DAHOD CITY / TALUKOGUJARAT

લીમડી ગામના પત્રકારો સાથે ગેરવર્તણક તેમજ ખોટી રીતે ગાળો બોલી ષડયંત્ર બનાવીને ફસાવવાની ધાક-ધમકી તથા જાનથી મારી નાખવાની

તા.૨૦.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી dahod

Zalod:લીમડી ગામના પત્રકારો સાથે ગેરવર્તણુક તેમજ ખોટી રીતે ગાળો બોલી ષડયંત્ર બનાવીને ફસાવવા ની ધાક-ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા દાહોદ જિલ્લા કલેકટરને ઘટતી કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ના રોજ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત સ્વામી વિવેકાનંદ અનુદાનિત નિવાસી પ્રા.શાળા લીલવાદેવા, શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત શિવ-શક્તિ આશ્રમશાળા લીલવાદેવા ખાતે કાર્યરત છે.જેમાં પત્રકાર ખંજનાબેન ડામોર, હિતેશભાઈ પ્રજાપતિ, દીપકભાઈ લબાના, મુર્તઝાભાઈ પીપલીયા જેઓએ લોકચર્ચા ના માધ્યમથી જાણ્યું હતું કે, ઉપરોક્ત જણાવેલ બે સંસ્થાઓ એક જ કેમ્પસમાં ચાલે છે. જેમાં બાળકોને જે ઓરડાઓમાં અભ્યાસ કરાવે છે તે જ સ્થળે રહેવાનું તેમજ ઊંઘવાનું થાય છે. જેમા ઘણા ઓરડાઓમાં બાળકોને બેસવા માટે બેન્ચીસ ની વ્યવસ્થા નથી અને આવી કડકડતી ઠંડીમાં ગરીબ આદિવાસી તેમજ અન્ય આર્થીક તેમજ સામાજિક રીતે પછાત વર્ગના બાળકો નીચે પાથરણા પાથર્યા વગર અભ્યાસ કરે છે. અને જે તે સમયે શાળાના ઘણા બાળકો પાસે ગણવેશ તથા આવી શિયાળાની કડકડતી ઠંડીની ઋતુમાં સ્વેટર પણ પહેરેલું ન હોય તેવું જાણવા મળ્યું હતું. હાલમાં દ્વિતીય સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ શાળામાં પ્રથમ સત્ર નો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વધુમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, આ શાળામાં બાળકોને પોષણયુક્ત પૌષ્ટિક આહાર પણ આપવામાં આવતો નથી.આ સમગ્ર બાબતને લઈને ઉપરોક્ત પત્રકારો સંસ્થામાં જાણકારી મેળવવા હેતુ થી ગયા હતા. તેઓને સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ ઉર્ફે (રાકેશભાઈ) મોતિસિંહ માળી દ્વારા ટેલીફોનીક ધાક ધમકીઓ આપવામાં આવી અને કહેવા લાગ્યા કે મને હુતેલો જગાડયો છે. ‘અમે પણ ઘણી બધી ખોટી સ્ટોરીઓ ઉભી કરી શકીએ છીએ આમાં પોલીસ વાળા પણ ફિરાકમાં છે, ડી.વાય.એસ.પી. સુધી ની પ્રોસેસ કરી દીધી છે મેં “કલેકટરને જોડે વાત થાય ને પણ ખાલી મારું નામ ત્યાં સ્પીકર ઉપર આપેને રાકેશભાઈ માળી બોલું છુ. એટલે ત્યાં સામે કલેકટર શું બોલે એ સાંભળી લેવાનું ખાલી”, હવે મને ત્યાં પી.એસ.આઈ. ને બોલાડતા કેટલી વાર લાગે કે, મારી પાસે આટલા રૂપિયા માંગ્યા છે. મારા આચાર્ય ને પોલીસ સ્ટેશને અરજી અપાવી દઉં મારા આચાર્ય પાસે પચાસ હજાર માંગ્યા તો શું થાય તમારું, સાબિત કરતા કરતા થઇ જશે પણ એક વાર તમારા ઉપર ફરિયાદ દાખલ થઇ જાય અને એક વાર ફરિયાદ દાખલ થાય ને એટલે પછી બધું તંત્ર દોડતું થઇ જાય, અને એવું પણ કહેવામાં આવ્યું કે, ખોટી રીતે ખંડણીનો આરોપ લગાવડાવીને ખુબજ બીભત્સ ગાળો તેમજ જાતિવાચક શબ્દો બોલી પત્રકારોને ઉપાડી લઈ જઈ મારવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી આ સમગ્ર ઘટના બાબતે યોગ્ય ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!