ARAVALLIMODASA

મોડાસા નગરપાલિકા તંત્રનો વહીવટ ખાડે ગયો હોય તેવી સ્થિતિ હજુ સુધી માલપુર રોડ પરની ભૂગર્ભ ગટરની સાફસફાઈ કરાઈ નથી :પહેલા વરસાદે દુકાનોમાં પાણી ઘુસ્યા

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

મોડાસા નગરપાલિકા તંત્રનો વહીવટ ખાડે ગયો હોય તેવી સ્થિતિ હજુ સુધી માલપુર રોડ પરની ભૂગર્ભ ગટરની સાફસફાઈ કરાઈ નથી :પહેલા વરસાદે દુકાનોમાં પાણી ઘુસ્યા

અરવલ્લી : મોડાસામાં 3 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ,ગટર લાઈન બ્લોક થતા અનેક દુકાનો અને ઘરમાં પાણી ઘુસ્યા

*ગટરો લોકઅપ થતા માલપુર રોડ પર ભોંય તળીએ રહેલી દુકાનો તેમજ મકાનોમાં પાણી ઘુસી જતા લોકોએ સોશ્યલ મીડિયામાં રોષ ઠાલવ્યો*

*મોડાસા શહેરના રાજમાર્ગ ખાડા માર્ગમાં પરિવર્તિત થતા કેટલાક વાહન ખાડામાં ખાબકતા વાહનચાલકોને ઈજાઓ પહોંચી હતી*

રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બુધવારે રાત્રીના સુમારે મોડાસા શહેર સહીત જીલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા વરસાદી માહોલ સર્જાયો હતો. અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા સપ્તાહથી જીલ્લાવાસીઓ બફારો અનુભવી રહ્યા હતા બુધવારે દિવસે અસહ્ય ઉકેલ પછી રાત્રીના ૮ વાગ્યાના સુમારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયા પછી મોડાસા શહેરમાં મેઘરાજાની શાહી સવારી પહોંચતા વરસાદ શરુ થયા પછી .વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સમગ્ર શહેરમાં જામી ગયો છે. વરસાદ થતાંની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.માલપુર રોડ પર ગટરોની સફાઈના અભાવે અનેક મકાનોમાં પાણી ફરી વળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો

 

મોડાસા શહેરમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને અસહ્ય બફારા પછી રાત્રીના 8 :30 વાગ્યાના સુમારે મેઘરાજાનું આગમન થયું હતું વીજળીના ચમકારા અને કડાકા-ભડાકા સાથે ધોધમાં વરસાદ ખાબકતા ચાર રસ્તા સહીત નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદમાં નગરપાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી માલપુર રોડ પર આવેલી સોસાયટીઓમાં અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હોવાની બૂમો ઉઠી હતી સાંઈબાબા મંદિર નજીક મારૂતિનંદન કોમ્પ્લેક્ષની દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનોમાં રહેલો માલસામાન પલળી જતા વેપારીઓને નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો

મોડાસા શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે ગઈકાલે મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયુ હતું અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. ગઈકાલે બપોર બાદ સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!