GUJARATIDARSABARKANTHA

ભારતની પ્રથમ બાળ ગોપાલ બચત ધિરાણ બેંક જેના વિશે પુરુષોત્તમ રૂપાલાએ સંસદ ભવનમાં વખાણ કર્યા હતા

ભારતની પ્રથમ બાળ ગોપાલ બચત ધિરાણ બેંક જેના વિશે પુરુષોત્તમ રૂપાલાએ સંસદ ભવનમાં વખાણ કર્યા હતા

***

બાળ બેંક દ્રારા ૧૫ કરોડથી વધુની બચત કરવામાં આવી છે

***

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે વર્ષ ૨૦૦૯ માં બાળ ગોપાળ બચત બેન્ક શરું કરવામાં આવી હતી.. બાળક જન્મે ત્યારથી અઢાર વર્ષ સુધીના બાળકો આ બાળ ગોપાળ બચત બેન્કમાં પોતે સભાસદ બની શકે છે. સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયેલ બાળ ગોપાળ બચત બેન્ક શરું કરવાનો ઉદ્દેશ એજ હતો કે બાળકોમાં બચતના સંસ્કાર વધે. બેન્ક શરૂ થયાના આજે ૧૫ વર્ષ જેટલો સમય થયો અને બેન્ક માં ૧૭ હજાર કરતાં પણ વઘુ બાળકો સભાસદ અને ૧૬ કરોડની બચત કરી રહ્યા.

 

બાળ ગોપાળ બચત બેન્ક ઈડરના સંસ્થાપક શ્રીઅશ્વિનભાઈ પટેલ જણાવે છે કે, જન્મ થી અઢાર વર્ષ સુધીના બાળકો બચત બેંકમાં પોતાની બચત કરી શકે છે.. ત્યારે બાળકોમાં નાનપણ થીજ બચતના સંસ્કાર વધે અને પૈસા ની કિંમત સમજે તે ઉદ્દેશથી આ બેંક શરૂ કરવામાં આવી હતી.. બેંકમાં સભાસદ બનતા બાળકોનું ખાતું ખોલવામાં આવે છે અને ત્યાર બાદ બેંકનો સ્ટાફ ઘરે પહોચી બેંકની બચત પેટી બાળકોને આપતાં હોય છે. બાળકોને આપેલ બચત પેટીમાં બાળકો પોતાના પરિવારજનો પાસેથી લેતાં પોકેટ મની અને મહેમાનોએ આપેલ રકમ બચત પેટીમાં નાખતા હોય છે. જ્યારે દર મહીને બેન્કનો સ્ટાફ બાળકના ઘરે કે શાળાએ પહોચી બચત પેટીમાં ભેગી થયેલ રકમ બેન્કમાં જમાં કરતા હોય છે. બાળકો દર મહીને બેંકમાં નાની નાની રકમ જમા કરે છે. બાળક જયારે અઢાર વર્ષનો થાય અને તે બેન્કમાં આવી પોતાની રકમ ઉપાડે ત્યારે તે ખૂબ આનંદ અનુભવતો હોય છે.

બાળ ગોપાળ બચત બેન્કના કર્મચારી અનિતા રાવલ જણાવે છે કે, આ બેંક દ્રારા બાળકોમાં પૈસાની બચત કરવાની ક્ષમતામાં વધારો થાય, નકામા રૂપીયાનો ખર્ચ ન કરે અને ચોક્કસ સમયે જ્યારે રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે સારી એવી રકમ એક સાથે મળી રહે તે માટેનો મુખ્ય ઉદ્દેશ આ બેંકનો છે. જેને લઈને બેંક દ્રારા અત્યાર સુધી સારી એવી રકમ બાળકોએ ભેગી કરી છે અને ૧૮ વર્ષ બાદ એક સાથે જ આ રકમ બાળકો ને મળી જતી હોય છે અને તેમનુ ખાતુ પણ બંધ થઈ જતુ હોય છે. આ બેંકના કારણે બાળકો આડા અવડા ખર્ચ બંધ કરી બેંક દ્રારા આપેલ બચત બેંકમાં રૂપિયા જમા કરી સારા એવા રૂપિયા ભેગા કરીને શકે છે.

આ બાળ બેંકના બાળ સભાસદ અને વાલીઓના સંમેલનનો કાર્યક્ર્મ કેન્દ્રીય મંત્રી શ્રીપુરૂષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ૧૮ જૂન ૨૦૨૨માં ઇડર ખાતે યોજાયો હતો. જેના કારણે પુરુષોત્તમ રૂપાલાએ સંસદ ભવન ખાતે તમામને આ બેંકની માહિતી પણ આપી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!