GODHARAPANCHMAHAL

કાલોલ નગરપાલિકા ના કોમ્યુનિટી હોલ ખાતે રોહિદાસ જન્મ જયંતીની થયેલી ભવ્ય ઉજવણી.

તારીખ ૫ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ પંચમહાલ જિલ્લા એકમના આયોજનથી કાલોલ નગરપાલિકા હોલ ખાતે સામાજિક સમરતાના પ્રતીક, સામાજિક ક્રાંતિના પથ દર્શક, આધ્યાત્મિક ગુરુ,વિશ્વ વંદનીય સંત શિરોમણી રોહિદાસ મહારાજની ૬૪૬ મી જન્મજયંતી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત જિલ્લા વિશ્વ મહાપીઠ ના પ્રમુખ અનિલભાઈ પરમાર,અનુ.મોરચા પંચમહાલના પ્રમુખ,નારણભાઇ પરમાર, કાલોલ નગરપાલિકાના કોર્પોરેટર દક્ષાબેન મકવાણા તથા અનુ.મોરચાના પંચમહાલ ના મંત્રી ડો.સુનિલભાઈ પરમાર અને આગેવાનો તથા કાલોલ અને ગોધરા પીઠ ના આગેવાનો લક્ષ્મણભાઈ મકવાણા, હસમુખભાઈ મકવાણા , કે.ડી.પરમાર પ્રમુખ સાત પરગણા સમુહ બાવન, છત્રીસ,નવ, હવેલી,રાજવરા,કોઠામબ 7, વરધરી 7ના પ્રમુખો, હોદ્દેદરો, આગેવાનો,સંકલ્પના પ્રમુખ, સંકલ્પ સોસાયટીના ચેરમેન,સફળ ફાઉન્ડેશન,સંવેદના ટ્રસ્ટ, નવસર્જન યુવા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ અનેક રોહિદાસ વંશી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.તમામ મહાનુંભાવોનું શબ્દોથી સ્વાગત અનિલભાઈ પરમાર પ્રમુખશ્રી રવિદાસ મહાપીઠ પંચમહાલે કર્યું હતું. તમામ મહાનુભવોનું રોહિદાસ મહારાજની પ્રતિમા,શાલ, પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.મંચસ્થ મહાનુભાવો એ સંત શ્રી રોહિદાસના જીવન અને કાર્ય વિશે ખૂબ જ સુંદર સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ભોજન ના દાતા તરીકે રાજવરા પરગણા ના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે સફળ ફાઉન્ડેશનના સુનિલભાઈ મકવાણા મયુરભાઈ મકવાણા રાકેશભાઈ મકવાણા બીપીનભાઈ સુથારીયાએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો.રવિદાસ વિશ્વ મહાપીઠના ડાયાભાઈ શેરપુરા અને તેમની ટીમે સુંદર આયોજન અને અમલીકરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ મકવાણા અને પરસોત્તમભાઈ સોલંકી એ કર્યું હતું ખૂબ જ વિશાળ સંખ્યામાં માનવમેહરામણ ઊંમટયુ હતું અને ભવ્ય રીતે રોહિદાસ મહારાજની જન્મ જયંતી ની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!