GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટ હેઠળ કાર્યરત સંસ્થાના મહિલા અને પુરુષ કાર્યકરો ક્રિકેટ મેચ યોજી ઝેન્ડર ઈક્વાલીટી નું ઉતમ ઉદાહરણ પુરું પાડયું.

એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટ હેઠળ કાર્યરત સંસ્થાના મહિલા અને પુરુષ કાર્યકરો ક્રિકેટ મેચ યોજી ઝેન્ડર ઈક્વાલીટી નું ઉતમ ઉદાહરણ પુરું પાડયું. વિજેતા ટીમ ને ટ્રોફી તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ના ખેલાડી નું મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું.

એફ્પો સંસ્થા BCI પ્રોજેક્ટ હેઠળ કાર્યરત વાંકાનેર ઓફીસ, થાનગઢ ઓફીસ, ચોટીલા ઓફીસ, ટંકારા ઓફીસ લતીપર ઓફિસના કર્મચારીઓ અને પિયુ મેનેજરો વચ્ચે આત્મિયતા કેળવવાના હેતુથી તથા ફિટનેસ તથા સ્કિલ અને ઝેન્ડર ઈક્વાલીટી માટે વાંકાનેર ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર નિતીન કુમાર બંસલની અધ્યક્ષતામાં પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, ગુલાબભાઈ સિપાઈ, પ્રવિણભાઈ પટેલ, સોયબભાઈ પરાસરા, બાબુભાઇ વનાળીયા તથા પુરૂષ અને મહિલા કર્મચારીઓ વચ્ચે મેચ રમાઇ હતી. ઉલ્લેખનીય છે કે સંસ્થાનાં બધા કર્મચારી સાથે મળીને A B C D એમ ચાર ટીમ બનાવી હતી. જેમાં બે – બે મેચના અંતે Aઅને B ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં B ટીમ વિજેતા ઘોષિત થઇ હતી જેના કેપ્ટન શૈલેષભાઈ ભોરણીયા હતા. કુલ 5 મેચ રમવામાં આવેલ અને મેન ઓફ ધ સિરીઝ અનિલભાઈ ધોરાલિયા બનેલ.


હાલ જ્યારે કર્મચારી ઓફીસ કામમા વ્યસ્ત હોવાથી તણાવ અને શારીરિક તકલીફો પણ અનુભવે છે ત્યારે આ રીતે કર્મચારી સાથે સમય પસાર કરી આંનદ માણ્યો સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે ઝેન્ડર ઈક્વોલિટી ને લઈ મહિલા કર્મચારીઓ પણ મેદાનમાં ઉતાર્યા હતા અને મેચ રમી એક ઉમદા ઉદાહરણ આપ્યું હતું .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!