વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
પેટા:-આહવા પેટ્રોલ પંપ પર વાહનચાલકોએ પેટ્રોલમાં પાણી આવતા ભારે હોબાળો મચાવતા પેટ્રોલપંપનાં સંચાલકોએ ભુલ સ્વીકારી તેઓને ફરી પેટ્રોલ ભરી આપ્યુ હતુ..
ગુજરાત રાજયનાં પુરવઠા નિગમ દ્રારા સંચાલિત ડાંગ જિલ્લાનાં આહવા ગામનાં વધઈ રોડ પર આવેલાં ઈન્ડીયન ઓઈલ કંપનીનું પેટ્રોલપંપ ચાલે છે. સંકેત રામચંદ્ર શાહ નામની એજન્સી માલિક દ્રારા આ પેટ્રોલ પંપ ચલાવવામાં આવે છે.જે પેટ્રોલપંપ પર આજરોજ સવારનાં અગિયાર વાગ્યાનાં અરસામાં કેટલાક બાઈક ચાલકો પેટ્રોલ પુરવા માટે પેટ્રોલપંપ પર ગયા હતા.જેમાં વાહનચાલકોએ પ્રિમિયમ પેટ્રોલ પુરાવવાનો આગ્રહ કર્યો હતો.જેથી પેટ્રોલ પંપ પર હાજર કામદારે બાઈકોમાં પેટ્રોલ નાખ્યુ હતુ.અહી બાઇકોમાં પેટ્રોલ ભરાવ્યા બાદ ચાલુ કરતા આ બાઈક ચાલુ થતી ન હતી.જેથી બાઈક ચાલકોએ વધુ પ્રયાસ કર્યો હતો તેમ છતા બાઈકો ચાલ થઈ ન હતી.જેથી પેટ્રોલપંપની નજીક આવેલ બાઈકનાં ગેરેજમાં બાઈકચાલકો બાઈક ધકા મારી લઈ ગયા હતા.જે દરમ્યાન તપાસ કરતાં તેમાં પેટ્રોલ નહી પરંતુ પાણી હોવાનું બહાર આવ્યુ હતુ.જેથી બાઈક ચાલકો પાંચ લિટરનાં કેરબા અને બોટલોમાં પાણીવાળુ પેટ્રોલ લઈને પેટ્રોલપંપ પહોંચ્યા હતા.અને ભારે હોબાળો મચાવ્યો હતો.અહી પેટ્રોલપંપનાં સંચાલકોએ ભૂલ સ્વીકારી ફરીથી પેટ્રોલ ભરી આપ્યુ હતુ.જોકે બાઈક ચાલકોએ સંચાલકોને પશ્ર્ન કર્યો હતો કે પેટ્રોલમાં કેમ પાણી આવે છે. તેઓએ જવાબ આપ્યો કે ટાંકીમાં ભેંજ આવે છે એટલે ભેંજ પાણી બની ગયુ હોય શકે.આહવાનાં ઈન્ડીયન ઓઈલનાં પેટ્રોલપંપ પર રોજેરોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો પેટ્રોલ પુરાવે છે.ત્યારે પેટ્રોલમાં પાણી કેટલું આવે છે તે તપાસનો વિષય બન્યો છે.હાલ પુરવઠા વિભાગનાં અધિકારી વાહનચાલકોનાં હીતમાં જરૂરી કાર્યવાહી કરે તેવી વાહનચાલકોની માંગ ઉઠી છે.આ બાબતે આહવા સરમન ઓટો ગેરેજનાં સંચાલકે જણાવ્યુ હતુ કે પેટ્રોલપંપ પરથી પેટ્રોલ ભરાવ્યા બાદ બાઈક ચાલુ ન થતા કેટલાક બાઈક ચાલકો આવ્યા હતા.એક બાઈકની ટાંકીમાંથી પેટ્રોલની જગ્યાએ વધુ પાણી નીકળ્યુ હતુ.આ બાબતે ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી આશા વસાવાએ જણાવ્યું હતું કે અમે પેટ્રોલપંપ પર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશુ.