AHAVADANGGUJARAT

આહવા તાલુકાના લિંગા ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ નવમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે.
ગત તા.૫ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ સુબિર તાલુકાના ‘શિંગાણા’ ગામેથી રાજ્ય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ, આહવા તાલુકાના ‘લિંગા’ ગામે યોજાયો હતો.

લિંગા ગામ સહિત કોસંબીયા, અંજનકુંડ, વકાર્યા, કામદ, બીલમાળ, ચૌકયા, પાંડવા, ચવડવેલ, ઇસદર, રાવચોંડ, ગારમાળ, જવતાળા, બોરખલ, ગાયખાસ, વિહિરઆંબા, ટાંકલીપાડા, ઉંમરપાડા, ટેમ્બુનધર્ટા, કાંહડોળધોડી, મોટાચર્યા, ગલકુંડ, જામદર, પાયરપાડા, સીનબંધ, ઉખાટીયા, વનાર, મોહપાડા, પીપલપાડા, આંબાળીયા, ઉમરીયા, વાંકી, માલેગાંવ, બરડપાણી, જોગબારી, નવાગામ (સાપુતારા), ગોટીયામાળ, બરમ્યાવડ, ગુંદીયા, સોનુનીયા, હુંબાપાડા, બારીપાડા, ચીરાપાડા, માહરાઇચોંડ, બોરીનાગાંવઠા, ચિખલી, વાસુર્ણા, સોનગીર, શામગહાન, ભુરાપાણી, રાનપાડા, ભાપખલ, જાખાના, કોટમદર, ધુમખલ, ભવાનદગડ, સતી, મુળચોંડ, ખાપરી, ગોળષ્ટા, વાંગણ, વાંવદા, કુતરનાચ્યા, ઘોઘલી, સુન્દા, અને કાસવદહાડ જેવા આસપાસના ગામોના ગ્રામજનો માટે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સરકારના વિવિધ વિભાગોની ૫૬ પ્રકારની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામા આવી હતી.

‘સેવા સેતુ’ કાર્યક્રમમા હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી) ૮૬૭, ડીવમીંગ ૭૩૮, કેસલેસ લીટરેસી ૨૬૦, પી,એમ.જે.મા ૧૦૯, મેડીસીન સારવાર ૯૦, રાશન કાર્ડમા નામ દાખલ કરવાની પ્રકિયા ૮૫, સાત બાર/આઠ-અના પ્રમાણ પત્રો ૬૨, મિલકત આકારણીનો ઉતારો ૫૭, રાશન કાર્ડમા નામ કમી કરવુ ૪૪, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના ૪૧, આઇસીડીએસ બાળકોના આધાર કાર્ડ ૩૭ વિગેરે મળી કુલ ૫૬ પ્રકારની સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ ધર આંગણે મળ્યો હતો તેમજ આ તમામ સેવાઓની કુલ-૩૦૯૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.

લિંગાના ‘સેવા સેતુ’ કાર્યક્રમમા વિવિધ યોજના/સેવાની મળેલ કુલ–૨૬૮૧ અરજીઓની ડીજીટલ પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવામા આવી હતી. પરંતુ ‘સેવા સેતુ’ કાર્યક્રમ દરમિયાન વધારાની ઓફલાઇન અરજી કે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર સેવા ઉપલબ્ધ ન હોય તેવી અન્ય કુલ ૪૧૫ અરજીઓ મળી કુલ-૩૦૯૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, તા.૧૭ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ આહવા તાલુકાના ચિંચલી પ્રાથમિક શાળા, તા.૧૮ જાન્યુઆરીએ સુબિર તાલુકાના પીપલદહાડ પ્રાથમિક શાળા, તા.૧૯ જાન્યુઆરી વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે ‘સેવા સેતુ’ના કાર્યક્રમો યોજાનાર છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત ગામોના ગ્રામજનોને મોટાપાયે આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામા આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!