GUJARATJUNAGADHMANGROL

માંગરોળના આજક ગામે સમાજ સુરક્ષા, આરોગ્ય, ખેતીવાડી સહિતના વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અપાઈ

જુદા જુદા વિભાગના અધિકારી -કર્મચારીઓએ સરકારી સેવાઓ-યોજનાઓના લાભ લેવા ગ્રામજનોને કર્યા પ્રેરિત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માંગરોળના આજક ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે સમાજ સુરક્ષા, આરોગ્ય, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતના વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી અને ગ્રામજનોને આ વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના અનુભવોના હસ્તે વિવિધ યોજનાકીય સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશિષ્ટ મહિલાઓ, સ્થાનિક કલાકારો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું હતું.
ઉપરાંત હેલ્થ કેમ્પના માધ્યમથી ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનું પણ લાભ મેળવ્યો હતો. ધરતી કહે પુકાર કે નાટકના માધ્યમથી પ્રાકૃતિક ખેતી માટે પણ ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અગ્રણી ભાવેશભાઈ ડાભી, સરપંચ
રમેશભાઈ વાજા, ઉપસરપંચ ડોસાભાઈ શામળા સહિતના અગ્રણીઓ અને જુદા જુદા વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!