અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા સરડોઈ ગામે જાગૃતિ સેમિનાર યોજાયો
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા સરડોઈ ગામની મુલાકાત લઈ રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અને ગામમાં સેવાકીય કેમ્પ યોજવા માટે આયોજન કરવામાં આવ્યું. સરડોઈ ગામની શ્રી એ.એમ.શાહ હાઈસ્કૂલ ખાતે હાઈસ્કૂલના પ્રમુખશ્રી કાંતિભાઈ મંગળદાસ સોની, મંત્રી રણસિંહજી વદનસિંહજી રહેવર, આચાર્ય સી જે ચાવડા, સરડોઈ પ્રાથમિક શાળા આચાર્ય પંકજભાઈ સોમાભાઈ પટેલ, શિક્ષક જતીનભાઈ શૈલેષભાઈ પટેલ, સરડોઈ ડેરીના સેક્રેટરી અમૃતભાઈ કુબાભાઈ વણકર, લાલપુર ડેરીના ચેરમેન વાલાભાઈ પટેલ, સેક્રેટરી અશોકભાઈ રેવાભાઇ પટેલ, ટીંટીસર સજાપુર ડેરીના સેક્રેટરી સૌનકભાઈ યશવંતભાઈ પટેલ, સરડોઈ બહુચર માતાજી સેવા ટ્રસ્ટ પ્રમુખ ચિરાગ ગીરી ગોસ્વામી, સરડોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ઝલકબેન કોમિલભાઈ શાહ, ઇન્ચાર્જ સુપરવાઇઝર કૌશિક કુમાર જેઠાભાઈ પટેલ વગેરે સાથે ચેરમેન ભરતભાઈ પરમાર દ્ધારા સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં તેઓએ રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે લેબોરેટરી, ડેન્ટલ ક્લિનિક, ફર્સ્ટ એઇડ, ડિઝાસ્ટર મેનેજમેંટ, બ્લડ ડોનેશન કેમ્પ, બીપી –ડાયાબિટીસ ચેક અપ કેમ્પ, મેડિકલ વાન, જુનિયર યુથ રેડક્રોસ કાર્યક્રમ વગેરે પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ગ્રામજનો, યુવાનો, વિધાર્થીઓને તેનો લાભ મળે તે માટે ગામમાં રેડક્રોસની પ્રવૃત્તિઓ યોજવા પર ધ્યાન દોર્યું હતું. હાજર તમામ સભ્યો રેડક્રોસની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ સરડોઈના ઈશ્વરચંદ્ર ભાવસાર દ્ધારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.