GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ મનપાએ શહેરના વોર્ડ નં ૬ માં સફાઈ ઝુંબેશ હાથ ધરી 28 ટન જેટલા કચરાનો નિકાલ કર્યો

જૂનાગઢ મનપાએ શહેરના વોર્ડ નં ૬ માં સફાઈ ઝુંબેશ હાથ ધરી 28 ટન જેટલા કચરાનો નિકાલ કર્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૩૧/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત જૂનાગઢ શહેરના લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મ્યુનિ. કમિશનર રાજેશ તન્નાની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે જૂનાગઢ મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ટોલીયાની આગેવાની હેઠળ એસ.આઇ.અને સુપરવાઈઝર દ્વારા શહેરના વોર્ડ નં ૬ માં શાંતેસ્વર મંદિરથી ઓઘડનગર થી બાયપાસ સુધી મેઈન રોડ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
જેમાં જે.સી.બી. અને ટ્રેક્ટર અને સૂપડી અને ૪૫ જેટલા સફાઈ કામદાર મૂકી અને સી.એન.ડી.વેસ્ટ ઝાડી ઝાંખરા અને કચરો મળી કુલ 28 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવેલ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!