AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અખિલ ભારતીય કાર્ય કારિણી તથા અભ્યાસ વર્ગ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે શરૂ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો અખિલ ભારતીય અભ્યાસવર્ગ તારીખ ૧૬-૧૭ જૂનના રોજ તથા અખિલ ભારતીય કાર્યકારિણી બેઠક ૧૭-૧૮ જૂનના રોજ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે પ્રારંભ થશે. જેમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યના મહત્વપૂર્ણ પદાધિકારી તથા પૂર્ણકાલીન વાનપ્રસ્થથી ઉપસ્થિત રહેશે. ગુજરાતમાંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ સહિત ૧૬ પદાધિકારી તથા પૂર્ણકાલીન કાર્યકર્તાઓ અપેક્ષિત અનુસાર આ બેઠકમાં ઉપસ્થિત છે. અખિલ ભારતીય અભ્યાસ વર્ગમાં કાર્યકર્તા ઘડતર, સંગઠન, કાર્યકર્તા વ્યવહાર જેવા વિષયો સાંકળી પદાધિકારીઓને સંગઠન વધુ મજબૂત બને તે માટે માર્ગદર્શન અપાશે. અખિલ ભારતીય કાર્યકારિણીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શિક્ષણ વિદ્યાર્થી તથા શિક્ષકોની રાષ્ટ્રીય વિષયોને અનુરૂપ વિવિધ સમસ્યાઓ, રાષ્ટ્રીયતા જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરી ઠરાવ પસાર કરવામાં આવશે. ગુજરાતના રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પડતર પ્રશ્નોની અખિલ ભારતીય કાર્યકારિણીમાં રજૂઆત કરવામાં આવશે જેમાં ઓલ્ડ પેન્શન યોજના મુખ્ય બની રહેશે રાષ્ટ્રીય કારોબારી બેઠક માં મહામંત્રી શ્રી મિતેષભાઈ ભટ્ટ ,સંગઠનમંત્રી શ્રી સરદારભાઈ મછાર ,કોષાધ્યક્ષશ્રી રમેશભાઈ ચૌધરી,મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ તથા અભ્યાસ વર્ગ માં સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ મુળજીભાઈ ગઢવી ,આચાર્ય સંવર્ગ ઉપાધ્યક્ષ જીજ્ઞેશભાઈ પટેલ ,ભારતસિંહ સોલંકી ,પૂર્ણ કાલીન કાર્યકર્તા રુચાબેન વ્યાસ , અનિરુધ્ધસિંહ સોલંકી પરેશભાઈ પટેલ ,ચિરાગભાઈ પટેલ દશરથભાઈ રાવલ,દીનેશ ભાઈ પટેલ ,વિદ્યાબેન કુલકર્ણી સહિત કુલ એકવીસ જેટલા હોદેદારો અપેક્ષિત હતા જે ઉપસ્થિત રહ્યા .

Back to top button
error: Content is protected !!