BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

પાવીજેતપુરના નાના ધરોલિયા સ્થિત અમન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.

શિયાળાની મોસમ ચાલતી હોઇ નાના બાળકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું

____________________

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાના ધારોલિયા ખાતે કાર્યરત અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ફૈજાન ખત્રીની આગેવાની હેઠળ સંસ્થાના હોદ્દેદારો દ્વારા ગરીબ-જરૂરિયાતમંદ લોકોને કપડાં તેમજ નાના બાળકોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે અને વાતાવરણમાં ઠંડીનો ચમકારો જણાય છે ત્યારે આવા સંજોગોમાં ગરીબ બાળકોને ગરમ કપડા જેવાકે સ્વેટર જેકેટ ની જરૂર પડતી હોય છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગરીબ પરિવારના બાળકોએ શિયાળામાં ગરમ વસ્ત્રોથી વંચિત રહેવું પડતું હોય છે, ત્યારે તેવા સંજોગોમાં પાવીજેતપુરની સ્વૈચ્છીક સંસ્થા અમન ફાઉન્ડેશન ગરીબ બાળકોની મદદે આવી છે. અને સંસ્થા દ્વારા આવા ગરીબ બાળકોને ગરમ કપડાનું વિતરણ કરાયું હતું. જ્યારે અન્ય જરૂરિયાતનંદ લોકોને પણ રોજીંદા પહેરવેશમાં ઉપયોગી થાય એમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે સંસ્થા દ્વારા અવારનવાર વૃક્ષારોપણ તેમજ ગરીબ લોકોને વિવિધ જરુરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. સંસ્થાના પ્રમુખ ફૈજાન ખત્રીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ ગરીબ વસતિ ધરાવતા વિસ્તારોમાં વિવિધ જરુરી વસ્તુઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવશે. હાલમાં સંસ્થા દ્વારા ૨૦૦ જોડી કપડાંનું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, અને નાના બાળકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેને લઇને આ તમામના ચહેરા પર ખુશીની લહેરખી ખીલી ઉઠી હતી, અને સહુએ અમન ફાઉન્ડેશન સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!