NAVSARI

નવસારી જિલ્લાના સિનિયર સીટીઝન ઇચ્છુક ખેલાડીઓ સ્પર્ધામાં લેવા15મી જાન્યુ.સુધી ફોર્મ જમા કરવાનું રહેશે.

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૬૦ વર્ષની ઉપરના ભાઇઓ/બહેનો માટે સિનિયર સીટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટીકસ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ રમતનું આયોજન કરવામાં આવનાર છે. સિનિયર સીટીઝન સ્વાસ્થ્ય જળવાઇ રહે અને આ વિભાગની પ્રવૃત્તિ સાથે જોડાય રહે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.જે અંતર્ગત નવસારી જિલ્લામાં પણ  છ રમતોનું આયોજન કરવામાં આવનાર છે. જે સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સિનિયર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતેથી સ્પર્ધાના ફોર્મ તા.૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં મેળવી ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ફોન નં. (૦૨૬૩૭) ૨૮૦૩૮૮ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!