AHAVADANG

ડાંગ જિલ્લામાં વરસાદી મહેર યથાવત રહેતા ખેડૂતો રોપણીમાં જોતરાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લામાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લામાં વરસાદી મહેર જામતા નદી,નાળા સહિત જળધોધ પાણીથી છલોછલ ભરાઈ જતા સમગ્ર પંથકોમાં પાણીની રમઝટ બોલાઈ જવા પામી છે.ત્યારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામતા ડાંગી તાત પણ ડાંગરની રોપણીમાં વિધિવત રીતે જોતરાઈ ગયા છે.ડાંગનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે રોજેરોજ સર્જાતા ધૂમમ્સીયા વાતાવરણનાં પગલે જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 28 મિમી અર્થાત 1.12 ઈંચ, આહવા પંથકમાં 31 મિમી અર્થાત 1.24 ઈંચ, વઘઇ પંથકમાં 36 મિમી અર્થાત 1.44 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 40 મિમી અર્થાત 1.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!