PANCHMAHALSHEHERA

ગોધરા શહેર મોદીની વાડી નં.ર તેમજ વેજલપુરના રીંછીયા ગામે તેમજ ગોધરા તાલુકાના કંકુથાભલા ગામમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની રીલ તેમજ મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડતી પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરવામા માનવની જાહેર માર્ગો ઉપરથી અવર – જવર કરતા રાહદારીઓ તથા પશુ પક્ષીઓને જીવલેણ ઈજાઓની દુર્ઘટનાઓ મકરસક્રાંતિ આવતી હોય જે ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનુ પ્રતિબંધ હોવા છતા વેચાણ ન થાય તે સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એલ.દેસાઇ એલ.સી.બી. ગોધરા ના ઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ , જે સુચના અન્વયે ડૉ . એમ.એમ.ઠાકોર પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા શ્રી એસ.આર.શર્મા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. ના સ્ટાફના પોલીસ માણસો ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે . ના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી એસ.આર.શર્મા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ( ૧ ) હર્ષીલ પીયુષભાઇ પટેલ રહે . મોદીની વાડી નં.ર ગોધરા ( ર ) રવી મનસુખભાઇ રાણા રહે . મોદીની વાડી નં . ૨ ગોધરા ( ૩ ) માધવ પુર્વજભાઇ પટેલ રહે . મોદીની વાડી નં.ર ગોધરા નાઓ ભેગા મળી ચાઈનીઝ દોરાનો જથ્થો લાવી અને હર્ષોલ પીયુષભાઇ પટેલ નાઓના ઘરે સંતાડી રાખી વેચાણ કરે છે તેમજ ( ૪ ) સંજયસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે . રીંછીયા પોસ્ટ ફળીયુ તા.કાલોલ જી.પંચમહાલ તેમજ કંકુથાંભલા ચોકડી ઉપર ઘનશ્યામ પ્રોવીઝન સ્ટોર તા.ગોધરા ખાતેથી ( ૫ ) કલ્પેશકુમાર છત્રસિંહ પટેલ રહે . મોર ડુંગરા મંદીર ફળીયુ તા.ગોધરા નાઓ ચાઇનીઝ દોરી સંતાડી રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા વેજલપુર પોલીસ સ્ટેશન તથા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ , ગોધરાના જાહેરનામા નો ભંગ કરતા આરોપીઓ વિરૂધ્ધમાં ઈ.પી.કો. કલમ ૧૮૮ મુજબ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે .

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!