GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

નાળીયેરી હેતુની જમીનની બિનખેતીની સતા જ નથી છતા શું કામ??

નાળીયેરી હેતુની જમીનની બિનખેતીની સતા જ નથી છતા શું કામ??

જામનગરનાફેમસ એક્ટીવીસ્ટ નિતીન માડમની આધાર પુરાવા સાથે વધુ એક સણસણતી અરજી-“કથીત” બિનખેતી હુકમ રદ કરો ….એક જ વાત

…..ઉપાડ જ ખોટો થયો છે….હવે શેતરંજી ખેચાણી હોય સંડોવાયેલા તમામ ને સુંઘી ગયો સાપ….કલેક્ટર કચેરી જામનગરમાં સન્નાટો-“શું થશે હવે?” એક જ વાત

“મક્કમ”કલેક્ટર સમય પારખી તમામ હુકમો રદ નહી કરે તો થશે જોવા જેવી-નિષ્ણાંતોનો અભિપ્રાય

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર જિલ્લામાં જમીન કૌભાંડ એ કઇ નવી બાબત નથી તેમજ પહોંચતા પામતા બધું જ કરાવી શકે કોઇ બિચ્ચારાની વળતર માટે પણ બીજી પેઢી પગ ઘસતી હોય તે નજરે જોયુ હોય ત્યારે હવે સમજી શકાય એવી સંવેદનશીલ બાબત એ છે કે જો નાળીયેરી હેતુ વાળી જમીન જામનગર જિલ્લા રેવન્યુ વિભાગએ બિનખેતી કરી છે તે પાયાવિહોણા હુકમ કોની તરફેણમાં કરવામાં આવ્યો છે તે વાંચકો સમજી શકશે હવે આ સમગ્ર મામલે અમુક પર્દાફાશ અને રેવન્યુની નિંભરતા છતી થાય તે માટે આ ગેરકાયદેસર પ્રકરણ માટે એલાન એ જંગ કરી રહેલ જાણકાર અને જાગ્રત એવા નિતીન માડમની તાજી અરજીનું વિશ્ર્લેષણ અહી રજુ કર્યુ છે

ખાસ વાત એ છે કે આ માત્ર જમીન હડપ કરનાર અને કલેક્ટર એ બે વચ્ચેનો જ આ મામલો નથી પરંતુ સમગ્ર હાલારના લોકોને ખબર પડે કે જામનગર જીલ્લા વહીવટીતંત્ર સૌ જ્યા બધા ને સાયબ સાયબ કરે છે તેમાંથી હાલના ફરજ ઉપરના તેમજ બદલી કે બઢતીથી બીજે ફરજ બજાવનાર ચોક્કસ સાયબ કે સાયબો કોની પાસે ગલુ ગલુ થઇને કાગળ ઉપર સરકારની મુળભુત નિતીની એક બે તન કરીને કેવા કારસા કરે છે?? તે સૌ અભ્યાસુઓને જાણવા મળે તે માટે સાચુ શુ છે તેનો વાસ્તવિક ચિતાર આપવાનો આ અહેવાલ છે તેમજ જો કોઇ મીનીબેન ની જેમ આંખો વીંચી દુધ પીતા હોય કે પી લીધુ હોય તો તે અમારી જાણ બહાર નથી તે સ્પષ્ટ કરી ને ચિતાર આપવાનો હેતુ આ અહેવાલ શૃંખલાનો છે તેમ પણ જણાવવા આ સમગ્ર કવાયત છે

=====હવે પહેલા સમગ્ર વિષયને મુદાથી જોઇએ તો…….

@નાળીયેરીની જમીનની બિનખેતીની સતા જ નથી છતા શું કામ??

@ફેમસ એક્ટીવીસ્ટ નિતીન માડમની આધાર પુરાવા સાથે વધુ એક સણસણતી અરજી-“કથીત” બિનખેતી હુકમ રદ કરો ….એક જ વાત

@…..ઉપાડ જ ખોટો થયો છે….હવે શેતરંજી ખેચાણી હોય સંડોવાયેલા તમામ લગત સરકારી અધીકારી કર્મચારી અને કૌભાંડ કરાવનાર બિલ્ડર ને સુંઘી ગયો સાપ….કલેક્ટર કચેરી જામનગરમાં સન્નાટો-“શું થશે હવે?” એક જ વાત

@ “મક્કમ”કલેક્ટર સમય પારખી તમામ હુકમો રદ નહી કરે તો થશે જોવા જેવી-નિષ્ણાંતોનો અભિપ્રાય

 

>>>>> હવે આ દરેક મુદાઓને વિસ્તૃત રીતે સમજીએ તો

પહેલી વાત કે તારિખ ૧૨/૧૨/૨૩ની નિતીન માડમ(જેઓ બે દાયકાથી આવા મુદાઓ ઉપાડે છે થાક્યા વગર લડત કરે છે અને પરીણામ પણ લાવે છે જેના દાખલાઓ મોજુદ છે અમુક ચબરાકો જાણે જ છે કે આ સીર્ફ નામ કાફી છે અને જ્યાં નિતીન માડમ વિષય ઉપાડે છે ત્યા લાગતા વળગતાઓનું પુરૂ જ થઇ જાય છે…….વગેરે અભિપ્રાય મળ્યા છે)તેમની તાજી અરજીનો ફોરવર્ડીંગ લેટર શું કહે છે તે જોઇએ તો

આ પત્રની વિષ્ય વસ્તુ છે કે ….

નાળીયેરીવાળી જમીન બીનખેતીના હુકમને રદ કરવા બાબત

જામનગર કલેક્ટર કચેરીમાં ઇન્વર્ડ થયેલ આ પત્ર મુજબ…..

સાહેબશ્રી,

જય ભારત સાથ જણાવવાનું કે, અમો દ્વારા તા.૨૪-૮-૨૦૨૩ ના રોજ માહિતી અધિકાર મુજબ નાળીયેરીવાળી જમીન બાબત લાખાબાવળ, કનસુમરા અને નાઘેડી ની માહિતી માંગેલ. ત્યારપછી અમોને યોગ્ય જવાબ ન મળતાં પ્રથમ અપીલ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી જામનગર ગ્રામ્ય પાસેથી પણ અમોને સંતોષકારક જવાબ ન મળતાં અમો દ્વારા માહિતી આયોગ, ગુજરાતમાં બીજી અપીલ દાખલ કરવામાં આવેલ આ અંગે નં.૧૧૧૮૯/૨૩ થી દાખલ કરેલ હોય આપના પાસે તા.૨૭-૧૧-૨૦૨૩ ના રોજ આપના પાસે આ અંગે માર્ગદર્શન માંગવામાં આવેલ. આજદિન સુધી આ અંગે આપના દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવેલ નથી. આથી અમોને આ બાબત વધુ એક માહિતી માંગી તા.૨-૧૨-૨૦૨૩ ના રોજ તથા બીનખેતી હુકમ નં.૯૪/૧૦/૦૩/૦૪૫/૨૦૨૨, તા.૨૧-૩-૨૨ થી અરજદારશ્રી જસ્મીન જમનભાઈ ફળદુના નામે રે.સ.નં.૧૯૦(નવા રે.સ.નં.૩૨૧) વાળી જમીન બીનખેતીમાં ફેરવી આપેલ જે હુકમને સ્થગીત કરવા માટે પત્ર લખેલ હોય આ અંગે પણ અમોને પ્રત્યુતર ન મળતાં અમોને આ પત્ર લખવા મજબુર થયેલ હોય.

>>>>>આ પત્ર બાદ હવે આ તાજી અરજી વાંચીએ…….

અમો દ્વારા ircms.gujarat.gov.in ની સાઈટ પરથી

(૧) પ્રાંત અધિકારી(શહેર) જામનગરની કોર્ટમાં નં.હકપ/અપીલ નં.૦૫ /૨૦૧૯ તા.૧૮-૨-૨૦૨૦ ના થયેલ હુકમની નકલ.

(૨) કલેકટરશ્રી, જામનગરની કોર્ટમાં આર.ટી.એસ. રીવીઝન/જમન/૧૦/ ૨૦૨૦ તા.૧૮-૧૦-૨૦૨૧ ના થયેલ હુકમની નકલ.

(૩) સચિવશ્રી, મહેસુલ વિભાગ(વિવાદ) અમદાવાદ ના નં.મવિવિ/હકપ/જનર/ ૧૯/૨૦૨૧ તા.૧૪-૧૨-૨૦૨૨ ના ગુજરાત રાજયના રાજયપાલશ્રીના હુકમથી થયેલ હુકમની નકલ.

ઉપરોકત હુકમોની નકલ મેળવી અને અભ્યાસ કરતાં અમોને જાણકારી મળેલ. અમો દ્વારા તા.૨-૧૨-૨૦૨૩ ના રોજ બીનખેતી હુકમ સ્થગીત કરવા અંગેના પત્ર તથા ઉપરોકત હુકમો બંને એક જ જમીન એટલે કે લાખાબાવળ ગામ જુના રે.સ.નં.૧૬૦ (નવા રે.સ.નં.૩૨૧).

ઉપરોકત હુકમોમાં જણાવ્યા મુજબ કલેકટરના ઓર્ડર નં.આર.ડી.એસ./ રીવીઝન/જમન/૧૦/૨૦૨૦, તા.૧૮-૧૦-૨૦૨૧ હુકમ ના પાના નં.ર ઉપર સ્પષ્ટપણે સર્વે નંબર ૧૯૦, ૧૯૧, ૧૯૨ માવુભા મોટાભાઈએ નાળીયેરીના વાવેતર માટે અપયાની હકીકત નોંધ ન.૪૫૪ થી તથા નમુના આઈ(૧) માં લેવાયેલ કબુલાતની શરતોથી ફલીત થાય છે કે નાળીયેરી વાવેતરની જમીન ખાસ હેતુ માટેની છે. ખાસ વસુલાત અધિકારીને જમીનનો હેતુ ફેર કરી આપવાના અધિકારો હોવાના આધારો રજુ થતાં નથી.

પ્રાંત અધિકારી, જામનગર (શહેર) ની કોર્ટમાં નં.હકપ/અપીલ નં.૦૫/૨૦૧૯ તા.૧૮-૨-૨૦૨૦ ના પાના નં.૨ પર પેરા ૧/૩ માં લાખાબાવળ ગામ જુના રે.સ.નં.૧૯૦, ૧૯૧ તથા ૧૯૨ વાળી જમીનના મુળ ખાતેદાર તરીકે ધારણકર્તા હતા અને સદરહુ જમીનોની મુળ નોંધ નં.૭૮ થી સરકારી પડતર તરીકે આવેલ હતી. ત્યારબાદ ઉપરોકત જમીનનો સરકારશ્રી દ્વારા નાવુભા મોટાભાઈને નાળીયેરીના વાવેતર માટે આપવામાં આવેલ જેની નોંધ ગામ નમુના નં.૯ માં નોંધયેલ નોંધ નં.૪૫૪ તા.૫-૧-૧૯૬૯ થી કરવામાં આવેલ. તે હકીકત પ્રતિવાદીએ યોગ્ય રીતે ધ્યાને નહિ લેવામાં ગંભીર ભુલ કરેલ છે.

ગુજરાત સરકારના હુકમ નં.મવિવિ/હકપ/જનર/૧૬/૨૦૨૧ તા.૧૪-૧૨-૨૦૨૨ ના રોજ હુકમમાં પાના નં.૯ ઉપર રીવીઝન અરજી નં.મવિવિ/હકપ/જનર/૧૬/૨૦૨૧ નામંજુર કરવામાં આવે છે. કલેકટરશ્રી, જામનગરના હુકમ નં.આરટીએસ/રીવીઝન/જમન/૧૦/૨૦૨૦ તા.૧૮-૧૦-૨૦૨૧ કાયમ રાખવા હુકમ કરવામાં આવે છે. ગુજરાત રાજયપાશ્રીના હુકમથી.

ઉપરોકત ત્રણેય હુકમ પરથી સ્પષ્ટ થાય છે કે, આપના દ્વારા તા.૨૧-૩-૨૦૨૨ થી બીનખેતી હુકમ નં.૯૪/૧૦/૦૩/૦૪૫/૨૦૨૨ થી અરજદારશ્રી જસ્મીન જમનભાઈ ફળદુના નામે રે.સ.નં.૧૯૦(નવા રે.સ.નં.૩૨૧) વાળી જમીન બીનખેતીમાં ફેરવી આપેલ છે. તે નિયમો તથા કાયદાની દ્રષ્ટિએ નાળીયેરી વાળી જમીન તથા ખાસ હેતુ માટેની જમીન હેતુફેર ન થઈ શકે તેવુ અમારુ માનવુ છે. તેથી ઉપરોકત હુકમોને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અસરથી આ

નિતીન એ. માડમ

પુર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર મહાનગરપાલિકા

©©©©©©આ અરજી નો સાર જોઇએ તો એ છે કે …….

સરકાર જે સરકારી જમીન નાળીયેરી હેતુ માટે આપે કે આપેલી હોય તે જમીન આ હેતુ ની છે તેનો હેતુ ફેર કરી બિનખેતી કરવાની જોગવાઇ નથી તેમજ આવી કોઇ સતા જામનગર રેવન્યુના કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કે પંચાયતના કોઇ અધીકારી કે કોઇ સતામંડળને નથી જ તો પછી સતાવગરનો સતાબહારનો જે બિનખેતીનો હુકમ જસ્મીન જમન ફળદુ ને કલેક્ટરે કરી દીધો છે તે રદ કરવા નિતીન માડમએ મુદાસર અરજી કરી છે.

*****જો આ અરજી મુજબ પગલા નહી લેવાય તો………

બીનખેતી હુકમને રદ કરી જમીનને મુળ સ્થિતિ એટલે કે નાળીયેરીવાળી જમીનમાં ફેરવી શરતભંગ થયેલ હોય ખાલસા કરવા તાત્કાલિક અસરથી હુકમ કરવા અમારી માંગણી છે તેમજ
આ બાબત આપના દ્વારા નિયત સમય મર્યાદામાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો દ્વારા વડાપ્રધાનને આ અંગે રજુઆત કરવા તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રીના ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત અમો ફરીયાદ દાખલ કરવા મજબુર થઈશું.તેમ નિતીન માડમ એ જામનગર કલેક્ટરને લેખીતમાં કહ્યુ છે

@@@@ જામનગર કલેક્ટરેટમાં આ અરજી શૃંખલાની અસર શું છે તે હરતા ફરતા……..ચબરાકોના જણાવ્યા મુજબ…… હાલ ચોક્કસ બિલ્ડરના કલેક્ટર કચેરીમાં આંટાફેરા ઓચીતા જ બંધ……કલેક્ટરેટ માં જમીન રીલેટેડ પ્રકરણોને બ્રેક કાં …..??તો કે નંદવાઇ જઇએ તો??….પ્રાંત જામનગર ગ્રામ્ય કચેરીમાં સોંપો રૂટીન સિવાયના મોટા કામ અટક્યા…..કલેક્ટરેટમાં જાડા…. ડીઇએલઆર….નગરનિયોજન….મામલતદાર ગ્રામ્ય…..અને લગત કચેરીઓની આ સંવેદનશીલ મુદે પુછપરછમાં એક જ સલાહ…હમણા ધ્યાન રાખજો કઇ ઉંબાડીયા લેતા નહી ને આ નાળીયેરી હેતુની સરકારે આપેલી જમીનના જામનગર જીલ્લાના જે કોઇ પ્રકરણો હોય તેનુ દફતર સમુનમુ કે સગેવગે કરવુ…….જામનગરથી લાખાબાવળ સુધીમાં મુળ નાળીયેરી હેતુ ની જમીનના સાટાપાટા કરનારઓમાંથી અમુક કે સુકા નાના મોટા કે કોક મુળમાંથી ઉખેડેલ નાળીયેરી આવી જમીનની રોડ સાઇડ પરોવી દીધા(એને રોપણ ન કહેવાય પરોવ્યા જ કહેવાય હોં..) ….બીજુ ય ઘણુ થયુ છે જેમકે સલાહો લેવાય છે…આકાઓના શરણલેવાય છે….અમુકના શીયાંવીયા…..વગેરે ઘણુ થયુ છે ઘણુ થઇ રહ્યુ છે.

@_______

BGB

gov.accre.Journalist

jamnagar

8758659878

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!