MEHSANAVIJAPUR

વિજાપુર જીઈબી પાસેના રોડ ઉબડ ખાબડ અવર જવર કરતા વાહન ચાલકોને હાલાકી

વિજાપુર જીઈબી પાસેના રોડ ઉબડ ખાબડ અવર જવર કરતા વાહન ચાલકોને હાલાકી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ની નજીકમાં આવેલ રેલ્વે ફાટક ઉતરતા બસ ડેપો અને કોર્ટ તરફ જતો રોડ ઉબડ ખાબડ હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે આ અગાઉ વકીલ રતન ભાઈ દેસાઈ દ્વારા પાલિકા માં રજૂઆત કરવામાં આવી હતી જેને પણ ઘણો સમય થવા આવ્યો પરંતુ રોડ ની કોઈ કામગીરી દેખાઈ નથી હાલમાં રોડ ઉપર થી વાહન ચાલકોને પસાર થવું ઘણું દુશ્કર બન્યું છે સત્વરે કામગીરી કરી રોડ બનાવે તેવું કોર્ટ ના વકીલ મંડળ માર્કેટયાર્ડ ના વેપારીઓ અને રહીશો દ્વારા માંગ ઉઠી છે આ અંગે પસાર થતા વડીલ કનુભાઈ દરજી એ જણાવ્યું હતુકે જીઈબી પાસેના ફાટક ઉપરથી બસડેપો કોર્ટ માર્કેટયાર્ડ તરફનો રોડ ઉબડ ખાબડ હોવાથી અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી ઉભી થાય છે વૃદ્ધ વ્યક્તિ ને વાહન લઈને અહીંથી નીકળવા જતા પડી જવાનો પણ ડર રહે છે ઘણી વખત પસાર થતી વખત ઉંમરના કારણે હૃદય બંધ થઇ જાય તેવી સ્થિતિ થઈ જાય છે આસપાસ ની સોસાયટી માં જવા આવવા માટે આ રોડ નજીકનો ગણાય છે જેથી લોકો વધુ હાલાકી નો સામનો ના કરવો પડે તે માટે સત્વરે રોડ બનાવવા આવે અને પાલિકા દ્વારા કામગીરી હાથ ધરે તે અત્યંત જરૂરી બન્યું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!