MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં બિનખેતી પ્રકરણમાં ૧૨ મીટર નું જબરજસ્ત કૌભાંડ!

કૌભાંડની તપાસ માટે એસીબી ને રજૂઆત થઈ હતી! એસીબીએ તપાસને આડાપાઠે ચડાવી દીધી!

આજની તારીખે પણ પુરાવા છતાં તપાસ થઈ નથી તો આ તપાસને રોકે છે કોણ?

ચાલુ બાંધકામને ખુલ્લો પ્લોટ બતાવી આપી છે બાંધકામની મંજૂરી!

બાંધકામની મંજૂરીમાં બેજિંગ પાર્કિંગ, ગ્રાઉન્ડમાં દુકાનો, પહેલાં માળમાં દુકાનો અને ઉપરના માટે રેસિડેન્ટ ને આપી મંજૂરી!

બેજિંગ પાર્કિંગ શોધી આપે તેને રૂપિયા એક લાખનું ઇનામ

મોરબી ની ડિઝાઇન કોણે બગાડી તેવા સવાલો વારંવાર ઊઠ્યા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
દેશના વડાપ્રધાને પોતાના મન કી બાત માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં લોકોને જોડાવા માટે આહવાન કર્યું છે અને ઘણા યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વાતને સમર્થન આપીને સમર્થકો બન્યા છે. પરંતુ જ્યારે જાત અનુભવ થાય છે ત્યારે મોદી સાહેબના બનેલા સમર્થકો પણ નિરાશ થઈ જાય છે અને આવું મોરબીમાં બન્યું છે મોરબીમાં ૧૦૦ % રેસીડન્ટ વિસ્તારમાં દુકાનોનું શોપિંગ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાતાં આજુબાજુ નાં લોકોએ તેનો વિરોધ કર્યો! પરંતુ રાજકીય આકાઓના જોરથી કુદતા અને શોર્ટકટ કમાણી કમાવાના નુસખા કરતા લોકોએ લોકો ને ધ્યાને લીધા નહીં જે આજની તારીખે પણ લોકોને છેતરપિંડી થાય તેવું બાંધકામ થયું છે તે હકીકત છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે‌ દેશના વડાપ્રધાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાવા લોકોને અક્કલ કરી છે હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની આ ભ્રષ્ટાચાર ની વાત ને સમર્થન આપીને ગુજરાત તકેદારી આયોગને અપડેટ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે તાજેતરમાં ચિંતન શિબિરમાં એસીબી તંત્રને જ પ્રમાણિક તપાસ કરવાની વાત કરીને સુચના આપી છે અને પ્રમાણિક તપાસ માં સરકાર તેમની સાથે ઉભી છે એવી હૈયાધારણ આપીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પ્રમાણિક તપાસ કરી ઝીરો ટોલરન્સ થી ભ્રષ્ટાચાર નિર્મૂલન થાય એવા એસીપી તંત્રને કહેવામાં આવ્યું છે પરંતુ એસીબી તંત્રને અપડેટ કરીને વાર્ષિક ડિકોઇ ટ્રેપ એટલે કે રનીગ ટ્રેપ ની ઓછામાં ઓછી પાંચ અને આધાર પુરાવા સાથેની અરજીની પૂરેપૂરી તપાસ કરવામાં આવે તેને કોઈ દબાણમાં રાખવામાં ન આવે તે રીતે સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો ઝીરો ટોલરન્સ થી ભ્રષ્ટાચાર નિર્મૂલન કરવા માટે વધુ જરૂર નહીં પડે. મોરબીમાંથી લગત અધિકારી કે કર્મચારીઓએ સત્તાના દુરુપયોગ કરેલો અને તે અંગે આપેલી કેટલીક બાંધકામની અને રોજ કામની ખોટી વિગતો આપીને ખોટા કામને પ્રોત્સાહન આપ્યું છે પણ જો કાયદો કાયદા નું કામ કરે તો આ લોકો સાથે છેતરપિંડી કરી છે તેવું બહાર આવશે. આવા છેતરપિંડી નાં ખોટા કામને પ્રોત્સાહન આપીને અધિકારીઓએ અંગત કમાણી કરી છે તો તે આવા અધિકારો ની મિલકતો અંગે તપાસ કરવામાં આવે તો તેમની અપ્રમાણસર મિલકત કે બેનામી મિલ્કતનો પર્દાફાશ થાય..થાય…અને થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ ખોટા રિપોર્ટ કરીને ખોટા કામને પ્રોત્સાહન આપ્યું તે અંગેની તપાસ કરવા સત્તાનો કરેલા દુરુપયોગ અંગેનો તમામ પુરાવા સાથે એસીબી ને અરજી કરી હતી જે મોદી સાહેબ નાં સમર્થકો હતાં. પરંતું એસીબીએ આ તપાસને આડેપાઠે ચડાવી દીધી છે તેમણે શહેરી વિકાસ વિભાગનાં અધિકારીઓ ને તપાસ કરવા કહ્યું છે. પણ આજ દિન સુધી શહેરી વિકાસ વિભાગ નો એક પણ અધિકારી સ્થળ ઉપર તપાસ કરવા આવ્યો નથી એટલે ઘોર ફરજ બેદરકારી ગણી શકાય! અને આવી ફરજ બેદરકારી અંગે એફ આઈ આર જેવી પણ કાર્યવાહી થઈ શકે છે. પરંતુ વાત કરીએ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કે તેમને જાહેરમાં નિખાલસતા થી કહ્યું કે ભ્રષ્ટાચાર થાય છે અને એટલે જ ભ્રસ્ટાચાર રોકવા તેમણે મહેતુલ ખાતામાં મલાઈદાર કામગીરી ગણાતી બિનખેતી અને લેઆઉટ પ્લાન ને ઓનલાઈન ની મંજૂરી આપવાની સિસ્ટમ શરૂ કરાવી હતી. જેમાં દરેક વિભાગની એન ઓ સી લેવાનું બંધ કર્યું અને માત્ર બિનખેતી અને લેઆઉટ પ્લાનની મંજૂરીમાં માગતા અરજદારનું જે તે જે તે ખેડવાણ જમીનનું ચારેય દિશાનું અને આજુબાજુની સ્થળ પરિસ્થિતિનું અને સરકારી સૂચનાઓના નીતિ નિયમો પાલન અંગેનું સોગંદનામુ ફરજિયાત બનાવ્યું છે. વધુમાં મહેસુલ વિભાગે એક અલગથી પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે શહેર વિસ્તારમાં બિનખેતી પરવાનગી આપવામાં આવે તો નગરપાલિકાના રોડને મળે તે રીતે ઓછામાં ઓછો ૧૨ મીટર નો રોડ જે તે બિનખેતી થતી ખેડવાણ જમીનમાં મૂકવું ફરજિયાત છે. અને તે અંગે લેઆઉટ પ્લાનમાં કરવામાં આવેલા સોગંદનામાં તે વિગતોનો સમાવેશ કરવો તેવું પણ પરિપત્રમાં જણાવ્યું છે. પરંતુ મોરબીની ડિઝાઇન બગાડનારાઓએ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓની સાથે સાંઠગાંઠ કરીને લેઆઉટ પ્લાનમાં ૧૨ મીટરના બદલે ૯ મીટર નો રોડ બતાવ્યો છે અને તે અંગે સોગંદનામાં પણ જણાવ્યું છે આવું એક પ્રકરણ સામે આવ્યું છે. ત્યારે આવા જે ફરજીયાત રોડ મૂકવાં અંગે પરીપત્ર માં ઉલ્લેખ છે છતાં કેટલાક પ્રકરણોમાં આવા રોડ મુકવામાં આવતા નથી. સોગંદનામુ માં હોય તો જે તે સ્થળ ઉપર છે નહીં આવું એક પ્રકરણ છે માધાપર ૧૨૭૫/૨ અને ૨૦૭૬/૧ ની સંયુક્ત બિનખેતી પ્રકરણ અને લેઆઉટ માં દર્શાવ્યું છે તે મુજબ સ્થળ ઉપર આજની તારીખે પણ ૯ મીટર નો રોડ ક્યાંય નથી સો ટકા રેસિડેન્ટ હેતુ માટે મંજૂર થયેલ લેઆઉટ પ્લાનમાં જેડા કરીને તેમાં દુકાનનું શોપિંગ બનાવતા લોકોએ વિરોધ કર્યો પરંતુ રાજકીય આકાઓના જોડે કૂદતા લોકો સતત લોકોની રજૂઆત નેં ગણકારી પણનહીં પરંતુ કાયદો કાયદાનું કામ કરે એટલે બીન અધિકૃત બાંધકામને સીલ કરવામાં આવ્યું બીજા તે દિવસે આ સીલ ખોલવામાં આવ્યું અને જેમાં જેણે અરજી કરી તેના નામની આ જમીન નથી તો આ સીલ ખોલવામાં મંજૂરી કેમ આપી? કે પછી ફાઈલ ઉપર વજન મુકવામાં આવ્યો હતો કે અરજદાર કોણ છે? તેની જમીન છે કે બીજો માણસ છે? કોઈ તપાસ નહી! તત્કાલીન જિલ્લા કલેક્ટર એ શા માટે આ નવ મીટર રોડ ની તપાસ કેમ ન કરી? તેવા સવાલો ઉઠ્યા તે સાથે જ ચાલું બાંધકામ હોવા છતાં બિનઅધિકૃત બાંધકામના ખોટા રિપોર્ટ કરીને નગરપાલિકાનાં ચીફ ઓફિસરે બાંધકામની મંજૂરી આપી દીધી. એમાં બેઝિંગ પાર્કિંગ સાથે મજૂરી આપી છે હવે આ સીલ ખોલનાર અધિકારી એટલે કે તત્કાલીન જિલ્લા કલેકટર અને બેઝિક પાર્કિંગ સાથે બાંધકામની મંજૂરી આપી છે તે ચીફ ઓફિસરે બાંધકામની મંજૂરીમાં બેજિંગ પાર્કિંગ દર્શાવ્યું છે. હવે અહીંયા બેજિંગ પાર્કિંગ જે અધિકારી શોધી આપે તેને એક લાખનું ઇનામ આપવામાં આવશે અને પ્રમાણિક તપાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવશે.હાલ દુકાનો ઊભી છે તે ખેતરમાં ફ્રન્ટ ભાગમાં ઉભી છે લેઆઉટ પ્લાનના સોગંદનામાં ૧૨ મીટરના બદલે ૯ મીટર નો રોડ દર્શાવ્યો છે. મહેસુલ વિભાગના પરિપત્ર મુજબ ૧૨ મીટર નો રોડ જેતે બિનખેતીના પ્રકરણ નાં સર્વે નંબરમાં મૂકવો ફરજિયાત છે. છતાં ખોટા રિપોર્ટ કરીને બાજુમાંથી પસાર થતી સિંચાઇ યોજના ની માઇનોર-૨ માં સંપાદિત થયેલ જમીનને રોડ તરીકે દર્શાવી દીધો છે અને સિંચાઇ વિભાગે આવી કોઈ મંજૂરી કે એન ઓ સી આપી નથી અને આ સંપાદિત થયેલ જમીનમાં આજે પણ રોડ કાર્યરત નથી અને જે રિપોર્ટમાં દર્શાવેલ રોડમાં આરપાર પસાર થઈ શકાય તેમ નથી છતાં પણ રોડ નો રિપોર્ટ બનાવનાર કર્મચારીને પણ ઇનામ આપવું છે જો તે મહેસુલ વિભાગ નાં પરિપત્ર મુજબ નો રોડ શોધી આપે તો! પરંતુ તેમને આવી વધુ હોશિયારી કરવા જતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે કેમકે પાપનો ઘડો ફૂટ્યા વગર રહેતો નથી માત્ર સમયનો તકાદો છે. તેમજ આ સર્વે નંબર ૧૨૭૫/૨ અને ૧૨૭૬/૧માં કોઈપણ પ્રકારની બાંધકામની મંજૂરી વગર ૧૦-૧૦ માળ ના એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ ખડકી દેવામાં આવ્યા છે. મોરબી શહેર ગ્રામ્ય વિસ્તાર ભૂકંપ ઝોન-૪ માં આવે છે અહીં ચાર-પાંચ માળથી ઊંચું બંધ કામ કરી શકાતું નથી. તેમ જતા મંજૂરી વગરના દશ માળ ખટકી દેવાયા છે આ જોખમ તો છે જ સાથે સાથે બીનખેતી પરવાનગી માં અને લેઆઉટ પ્લાનમાં સાથે આપેલી શરતો નો ભંગ થયો છે. પણ તંત્રની દાનત જ ખોરા ટોપરા જેવી છે એટલે કોઈ પ્રમાણિક તપાસ થતી નથી અને લોકોની સાથે છેતરપિંડી થતી રહે છે. પરંતુ જ્યારે કાયદો કાયદા નું કામ કરે તો ઘણા લોકો સાથે છેતરપિંડી થયાનો પર્દાફાશ થશે ત્યારે આવી મિલકત ખરીદનારાઓ માટે ઘણું મોડું થઈ ગયું હશે! ત્યારે જોઈએ આ જવાબદારી જેમની છે તેવા વહીવટી તંત્રના અધિકારીઓ આવી પ્રમાણિકતાથી તપાસ કરે છે કે કેમ? તે આગળનો સમય બતાવશે!

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!