KALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય મહારાજનું ઝૂ એન્ટેબે-યુગાન્ડા એજ્યુકેશન સેન્ટરમાં ડાન્સથી સ્વાગત

તારીખ ૧૦ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતું આવ્યું છે. આ સાથે દીપડાની પણ ત્યાંના જંગલોમાં ખુબ વસ્તી રહેલી છે. તેને સાચવતા લોકોને પણ અમે દર વર્ષે અનુદાન આપીએ છીએ તથા જંગલમાં રહેતા હાથી, ગેંડા, જિરાફ, સિંહ, વાઘ જેવા પ્રાણીઓના રક્ષણ તથા પુન:વસન માટેની પ્રવૃતિઓ પણ કરીએ છીએ.શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો – ભક્તો ઝૂ એન્ટેબે-યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરમાં પધારી પુનિત ચરણારવિંદથી પાવન કરાયું હતું.

એન્ટેબે ઝૂ – યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરના પ્રતિનિધિઓએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો – ભક્તોનું ભક્તિભાવથી સ્વાગત કર્યું હતું. તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરના પ્રતિનિધિઓની સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજે એન્ટેબે ઝૂ – યુગાન્ડા વાઈલ્ડ લાઈફમાં રહેતા હાથી, ગેંડા, જિરાફ, સિંહ, વાઘ, ચિમ્પાન્ઝિ વગેરે પ્રાણીઓને અભયદાન તથા તેમનાં જીવનનિર્વાહ – રક્ષણ માટે ૧૦ મિલિયન યુગાન્ડા શિલિંગનો ચેક સહયોગી માધાપર – કચ્છના વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા એન્ડ સન્સ પરિવાર ઝેન્ટેક્ષ એન્ટર પ્રાઈઝીસ અને વોટર ટેન્કોના સહયોગી માંડવીના નારણભાઈ રવજીભાઈ વેકરીયા પરિવાર – ઘનશ્યામ હાર્ડવેર લિમિટેડ તરફથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક તથા વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!