GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ ધારાસભ્યએ પાલિકા પ્રમુખ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી સુચનો કર્યા.

તા.23/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર પાલિકાના ધારાસભ્યએ ચૂંટાયેલા નવનિયુક્ત પ્રમુખ અને સભ્યો અને હોદ્દેદારોની બેઠક બોલાવી હતી જેમાં શહેરના જુદા જુદા સુચનો અને ફરીયાદો પુરા કરા અને દર મહિને આવી બેઠક યોજી લોકોની સમસ્યાઓ જાણી દુર કરવા સુચના આપવામાં આવી હતી વઢવાણ વિસ્તારના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા અને ચુંટાયેલા સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં બાકી કામોની વિગત મેળવી તત્કાલ પૂરા કરવા જણાવાયુ હતુ નગરપાલિકા કચેરીમાં તમામ સદસ્યો સાથે યોજાએલ બેઠકમાં પાલિકા પ્રમુખ જીગ્નાબેન પંડ્યાએ દરેક સદસ્યોને કામોની વિગતો મેળવી આગામી દિવસોમાં પુરા કરવા જણાવાયુ હતુ તેમજ રોડ, સફાઇ, લાઇટ, ભુગર્ભ ગટર સહિતના કામોની ફરીયાદો મળે તો તત્કાલીન પગલા લેવા જણાવ્યુ હતુ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ આગામી સમયમાં દર મહિને સભ્યો સાથે બેઠક કરી શહેરનાં કામોની ચિંતા કરે તેવું સૂચન કર્યુ તમેજ પાલિકા પ્રમુખે સુચનો અને ફરિયાદ મળે તે તમામ કામો અગ્રતાથી પુરા કરાશે તેવુ કહ્યુ હતુ.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!