BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ શહેરના શુકલતીર્થ અને મંગલેશ્વર માર્ગ પર એક કાર ચાલકને ઓવરલોડ ડમ્પર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના શુકલતીર્થ અને મંગલેશ્વર માર્ગ પર એક કાર ચાલકને ઓવરલોડ ડમ્પર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદ નસીબે વાહન ચાલકને આકસ્મિક બચાવ થયો હતો. આ મામલે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવી આવા ઓવરલોડ વાહનો ડીટેઇન કરવા માંગ કરી છે.

ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ઓવરલોડ ફરતા વાહનોના કારણે અનેક વખત અકસ્માતો સર્જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અત્યારે આજે પણ આવી જ ઘટના સામે આવે છે. જેમાં જનોર ગામના દિલીપસિંહ ફતેસિંહ રાજ પોતાની કાર લઈને ભરૂચ થી નિકોરા તરફ જઈ રહ્યા હતા તે સમયે મંગલેશ્વર ગામ નજીક એક ઓવરલોડ ડમ્પર ના ચાલકે ફતેસિંહની કાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જોકે સબ નસીબે ફતેસિંહનો આબાદ બચાવ થયો હતો.અકસ્માત સર્જતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળ દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિકોએ માંગ સાથે આક્ષેપો કર્યા હતાં કે,આ વિસ્તારમાં મોટી સંખ્યામાં દારૂનો નશો કરીને ડમ્પર ચાલકો પોતાના વાહનો હંકારતા હોય છે જેના કારણે અકસ્માત સર્જાતા અનેક નિર્દોષો પોતાનો જીવ ગુમાવતો હોય છે ત્યારે તંત્રએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Back to top button
error: Content is protected !!