GUJARATJETPURRAJKOT

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ખાનગી પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સાથે ચૂંટણી આચારસંહિતા અમલીકરણ અંગેની બેઠક યોજાઇ

તા.૧૮/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આણંદ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ખાનગી પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સાથે ચૂંટણી આચારસંહિતા અમલીકરણ અંગેની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં અઘ્યક્ષપદેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી આચારસંહિતા અન્વયે કાયદાઓની જોગવાઈઓ હતી વાકેફ કરી આદર્શ આચારસંહિતાના અમલીકરણ અર્થે પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ભારતના ચૂંટણી પંચની આચારસંહિતાની અમલવારી કરવા જણાવ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે ચોપાનિયાં, ભીંત પત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણોની જાણકારી આપતા જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ કે ઉમેદવાર જેના પર મુદ્રક અને પ્રકાશનના નામ સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતચિત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં. આ ઉપરાંત પ્રકાશકની ઓળખ અંગેના બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાની બે નકલ મુદ્રકને આપવાની રહેશે અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં મેળવી લેવાના રહેશે. દરેક મુદ્રણાલય, ફોટો કોપી કરનાર કે રોનીયો કોપી કાઢનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની એક નકલ નોડલ અધિકારીશ્રી એક્સપેન્ડિચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવા જણાવાયું છે. વધુમાં ઉક્ત જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તે વ્યક્તિ છ માસ સુધીની જેલની સજા અથવા રૂ.૨૦૦૦ દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થાય છે.

આ ઉપરાંત આવા લખાણોમાં ધર્મ, જાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર્યખંડન જેવી કોઇ ગેરકાનુની બાબતોનો સમાવેશ કરી શકાશે નહીં. ચૂંટણીની પત્રિકાઓ ,પોસ્ટરો વગેરેના મુદ્રણ અને પ્રકાશન ઉપર રાજકિય પક્ષો ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા કરવામાં આવતા અધિકૃત ચૂંટણી ખર્ચ કરવા ઉપર નિયંત્રણ મૂકવાનો હેતુ પાર પડે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જણાવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલમ ૧૨૭-કની જોગવાઈઓથી પ્રેસોના છાપકામ ઉપર નિયંત્રણ આવે છે. જેથી ચોપાનીયા,ભીંતપત્રો જેવી સામગ્રીના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાની પ્રિન્ટ લાઈન સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે. છાપેલી દરેક સામગ્રીની ત્રણ વધારાની નકલો સાથે છાપેલી સામગ્રીની વિગતો સાથે મુદ્રણના ત્રણ દિવસમાં કલમ ૧૨૭-ક(૨) ની જોગવાઈઓ અન્વયે પ્રકાશકના એકરારનામાની નકલ પ્રમાણિત કરીને તથા છાપેલા દસ્તાવેજોની વિગત ત્રણ દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રજુ કરવાની રહેશે. ચૂંટણી દરમ્યાન ઉક્ત કલમની જોગવાઈઓના ભંગ અને ચૂંટણી પંચની સૂચનાઓના ભંગને ગંભીર ગણવામાં આવશે, તેમ જણાવીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ખાનગી પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને માર્ગદર્શન આપીને ચૂંટણી પ્રકિયામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતા લાછુન તથા જિલ્લાના ખાનગી પ્રિન્ટિંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!