Jasdan: જસદણ તાલુકાના કાળાસર ખાતે નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૪/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને આરોગ્યની આધુનિક સુવિધાઓથી સજજ કરવા રાજયસરકાર પ્રતિબદ્ધ: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ખાતે જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપુરના પેટા આરોગ્ય કેન્દ્ર કાળાસરનુ બિલ્ડીંગ અંદાજે ૨૭ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. જેમાં જનરલ ઓ.પી.ડી. તથા ઇન્ડોરની બે બેડની સુવિધા સાથે ફિઝિયોથેરાપી, ડાયાબીટીસ, હ્રદયદય રોગ, બી.પી તેમજ કેન્સર રોગના નિદાન અને સારવાર તથા લેબોરેટરીની નો સમાવેશ કરાયો છે. આ કેન્દ્રથી કાળાસર ગામ સહિત આજુબાજુના ગઢડીયા જામ, ખડવાવડી વગેરે ગામોના આશરે ૧૦૦૦૦ થી વધારે લોકોને આરોગ્યની સુવિધાઓનો લાભ મળશે.
જસદણ તાલુકાની કુલ વસ્તી આશરે ૨ લાખ ૨૧ હજાર જેટલી છે. જેમાં ૧ સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ-જસદણ તેમજ ૧ સામુહિક આરોગ્ય કેન્દ્ર- સાણથલી તેમજ ૧ અર્બન હેલ્થ સેન્ટર અને ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં ૫ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવી સુવિધાઓ સાથે બિલ્ડીંગ ઉપલબ્ધ છે તેમજ ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આટકોટ અને જીવાપરમાં બાંધકામ શરૂ છે. જેમા આટકોટ પી.એચ.સી.નુ બાંધકામ પૂર્ણ થઇ ગયેલ છે.
જસદણ તાલુકાના કુલ ૫૯ ગામો પૈકી ૪૯ ગામોમાં આરોગ્યની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને ભવિષ્યમાં હજુ બળધોઇ ખાતે નવુ પ્રા.આ.કેન્દ્ર તથા ભાડલા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની મંજુરીની પ્રક્રિયા રાજ્ય કક્ષાએ ચાલુ છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે જસદણ તાલુકાને સુવિધાઓથી સજજ બનાવવા સરકાર પ્રતિબધ્ધ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે કાળાસર, ગઢડીયા જામ, ખડવાવડી ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.