GUJARATJUNAGADHKESHOD

કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝાના ભાવ વધારા માટે અચોક્કસ મુદત માટે આંદોલન માટે આજ થી શરૂઆત કરવામાં આવી

છેલ્લાં ધણા સમયથી કેશોદ લડત સમિતિ દ્વારા ટોલનાકા બાબત ને લયને વિરોધ કરવામાં આવી રહીયો છે પરંતુ આ વિસ્તારના સાંસદ સભ્ય કે અન્ય પ્રજાના ચુંટાયેલા સભ્યો સામાજિક કાર્યકરોની બનેલી લડત સમિતિ નો અવાજ સાંભળતાં ન હોય તેમ અનેક વખત રજુઆત બાદ પણ ટોલનાકા પર કેશોદના લોકો ને લોકલ ટોલ ટેક્સ લેવાની માંગણી ને લયને કોઈ નિરાકરણ ન થતાં આજથી આ મુદ્દે અચોક્કસ મુદત માટે ના ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આ બાબતે વધુ વિગત આપતાં લડત સમિતિના અગ્રણી હરસુખભાઈ અને મહેશભાઈ બંને એ જણાવ્યું હતું કે અનેક વખત આ મુદ્દે સાંસદને રજૂઆતો કરી છે અને તેઓએ ગત ચૂંટણીમાં કેશોદના લોકોને વચન આપ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં સાંસદ તરીકે ચુંટાઈ આવશે તો બે મહિનામાં ટોલનાકાના ટેક્સ પરનો પ્રશ્ર્ન લોકો નો ઉકેલાય જશે ત્યારે સાંસદ ચુંટાયા બાદ હવે અમારી રજૂઆત પર કોઈ દયાન આપતાં નથી ત્યારે અમારી લડત સમિતિના આ લોક આંદોલનને ચેમ્બર અને કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળ સહિત અનેક સામાજિક સંસ્થાઓનો સહકાર મળતાં અમારા આજથી ટોલનાકાના ટોલ ટેક્સ ના વિરોધમાં કેશોદ ના સરદચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્તેચ્યું પાસે આવેલ રેન બસેરા ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે તેમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ તેવી અપીલ કરવામાં આવે છે

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!