GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે વન સેતુ ચેતના યાત્રાનું આગમન થતા માનગઢ વાસીઓએ ઢોલ નગારા અને નૃત્ય સાથે સ્વાગત કર્યું

રિપોર્ટર….

અમીન કોઠારી

મહિસાગર….

*આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર એ સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ‛‛વન સેતુ ચેતના યાત્રા’’ નું આગમન થતા માનગઢવાસીઓ દ્વારા યાત્રા નું ઢોલ-નગારાં અને આદિવાસી નૃત્ય સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું*.

 

*આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ આદિવાસીઓમાં પણ વંચિત એવા આદિમજૂથના લોકો માટે રૂ.24000 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.આ બજેટ થકી વીજળી,ઘર,શિક્ષણ,આરોગ્ય,રોડ,રસ્તા જેવી તમામ પાયાની સુવિધાઓ આપવાનું ભગીરથ કામ સરકારે કર્યું છે*.

*આ પાંચ દિવસીય યાત્રા રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા 14 જિલ્લાઓના 51 જેટલા તાલુકાના ગામોના અંદાજીત 3 લાખ આદિવાસી ભાઈ-બહેનોને આવરી લેશે*.

 

*આ ‛‛વન સેતુ ચેતના યાત્રા’’ આદિવાસી વિસ્તારમાં વિકાસની દિવાળી લાવશે એવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે*.

 

*આ કાર્યક્રમમાં સાથી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને સાથી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાથે હાજરી આપી*.

 

*આ કાર્યક્રમમાં દાહોદના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર,જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી શંકરભાઈ આંમલીયાર,મહીસાગર જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઇ વળવાઈ, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા,કલેક્ટરશ્રી ટી ડી ઓ શ્રી ,વન વિભાગના અધિકારીઓ,પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો હાજર રહ્યા*.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!