GUJARATJETPURRAJKOT

Dhoraji: યુવા મતદારોમાં જાગૃતિ કેળવવા ધોરાજી ખાતે મતદાર સાક્ષરતા/જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૫/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Dhoraji: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન (SVEEP) કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા ધોરાજી શ્રી કે. ઓ. શાહ મ્યુનિ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાર સાક્ષરતા/જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરતાં ધોરાજી નાયબ મામલતદારશ્રી એસ.જે.પટેલએ યુવાઓને સંબોધતા જણાવ્યું હતું કે, દેશનાં વિકાસમાં યુવાનોનું યોગદાન અતિ આવશ્યક છે ત્યારે લોકશાહીને વધુ સશકત બનાવવા મતાધિકારોનો અચૂકપણે ઉપયોગ કરવો જોઇએ. યુવાનોને કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય ત માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. યુવા વિદ્યાર્થીઓએ મતદાનની મહત્તા સમજીને પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ. આ માટે સ્વયં જાગૃત થઇને મતદાતા તરીકે મતદાન કરવું એ નૈતિક ફરજ છે.

દેશની લોકશાહી વધુ સશકત બને અને મહત્તમ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે નવા યુવા મતદારોને આ તકે પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતા. કોઇ પણ યુવાન મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી જે વિદ્યાર્થીઓ પાસે હજુ પણ ચુંટણી કાર્ડ ન હોય તેઓને સત્વરે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી ચુંટણી કાર્ડ મેળવી લેવા કોલેજના આચાર્યશ્રી રવજીભાઈ રોકડએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ વિષય અન્વયે વિડીયો નિહાળ્યો હતો. બહેનોમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુથી વિદ્યાર્થીનીઓને બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી ચોક્કસપણે મતદાન કરવા યોગ્ય સમજણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોને અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ સેલ્ફી પોઈન્ટ ઉપર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સેલ્ફી લીધી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના શિક્ષકો, સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!