SABARKANTHA

સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા ખેડા જીલ્લામાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરીને અંજામ આપી તરખાટ મચાવતાં ઇસમોને પકડી ૨૮ ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૧,૬૦,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે

સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા ખેડા જીલ્લામાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરીને અંજામ આપી તરખાટ મચાવતાં ઇસમોને પકડી ૨૮ ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૧,૬૦,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સાબરકાંઠા જીલ્લામાં અગાઉ સને ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩ માં અલગ અલગ પો.સ્ટે. વિસ્તારમાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાના ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરીઓ થયેલાના બનાવો બનેલ હોય અને છેલ્લા વિસેક દિવસમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર એ ડીવીઝન, ગાંભોઈ, ઇડર વિગેરે પો.સ્ટે. વિસ્તારમાં તેમજ આ જ સમય દરમ્યાન અરવલ્લી જીલ્લાના ધનસુરા પો.સ્ટે. વિસ્તારમાં પણ ઉપરોકત મુજબના આંગણવાડીઓમાં ગેસની બોટલ ચોરીઓના બનાવો બનેલ હોય જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓ દ્વારા ઉપરોક્ત ગુન્હાઓનો ભેદ ઉકેલવા સુચના આપેલ જે આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફની એક ટીમ બનાવી ઉપરોક્ત ગુન્હાઓના કામે તમામ જગ્યાઓની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરી તથા ટેકનિકલ સર્વેલન્સ કરતાં સદર ઉપરોક્ત બનાવો કોઈ એક જ ગેંગ ધ્વારા કરવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ. તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફ ઉપરોક્ત ગુન્હાઓની તપાસમાં ગાંભોઈ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઈ. દેવુસિંહ તથા ટેકનીકલ એ.એસ.આઈ. બી.એમ.પરમાર તથા પો.કો.નિરીલકુમાર તથા પો.કો. દર્શનકુમાર નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, “ઉપરોક્ત ચોરીઓને અંઝામ આપનાર માણસો એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઓમની વાન ગાડી નંબર GJ07DA4405 ની લઇ શીકા ચોકડી બાજુથી રણાસણ થઇ હિંમતનગર તરફ કોઈ ચોરીને અંઝામ આપવા આવી રહ્યા છે.” જે બાતમી હકિકત આધારે તાત્કાલીક નિકોડા ચોકડી ખાતે આવી રણાસણ તરફથી હિંમતનગર તરફ આવતાં વાહનોની વોચમાં હતાં તે દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની ઓમની વાન રણાસણ તરફથી આવતાં સદર ગાડીને રોકી સદર ગાડીમાં જોતાં બે ઇસમ હોય જેઓના નામઠામ પુછતાં (૧) યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ રહે.સાવલી પટેલ ફળી, તા.કપડવંજ, જી.ખેડા તથા (૨) પ્રવિણભાઈ ઉર્ફે પવલાભાઈ પ્રતાપભાઈ ચૌહાણ રહે.કરશનપુરા અંતીસર દરવાજા પાસે, કપડવંજ, તા.કપડવંજ, જી.ખેડા હાલ રહે.અંતીસર દરવાજા, હોળી ચકલા, ભાડાના મકાનમાં, કપડવંજ, તા.કપડવંજ, જી.ખેડા હોવાનું જણાવેલ સદર ગાડીમાં જોતાં ગેસની બોટલ નંગ-૦૨ તથા એક લોખંડની નાની કોસ તથા નાનુ ડીસમીસ મળી આવેલ જે સામાન બાબતે પુછતાં ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષ કારક હકિકત જણાવતાં ન હોઇ જેથી સદરી બન્ને ઇસમોના નામ ઉપલબ્ધ સોફટવેર આધારે તપાસ કરતાં યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલની વિરુધ્ધમાં અગાઉ અલગ અલગ પો.સ્ટે.માં પ્રાથમીક શાળા તથા આંગણવાડીમાં ગેસ બોટલ ચોરીમાં પકડાયેલાનું જણાઈ આવેલ હોય જેથી બન્ને ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે, “અમો બન્ને છેલ્લાં વીસેક દિવસથી ઉપરોક્ત ગાડી લઇ અલગ અલગ જગ્યાઓ ઉપરથી પ્રાથમીક શાળા તથા આંગણવાડીમાંથી ગેસની બોટલો તથા મધ્યાહન  ભોજન યોજનાના કરિયાણાના સામાનની ચોરીઓ કરેલ છે. તથા હું યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ અગાઉ ચારેક વર્ષ પહેલાંથી આજદિન સુધી અલગ અલગ જગ્યાઓ ઉપર ઉપરોક્ત જણાવ્યા મુજબની ચોરીઓ કરેલ છે. અને આજરોજ હિંમતનગર બાજુ રોડ નજીક કોઈ આંગણવાડી આવેલ હોય તે જગ્યાએ ચોરી કરવા માટે જતાં હતાં અને પોતે અગાઉ અલગ અલગ પો.સ્ટે.માં આંગણવાડીના ગેસ બોટલ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છું” જે હકિકત આધારે ઉપરોક્ત ઇસમોની વધુ ઉંડાણ પૂર્વક પુછપરછ કરતાં સદર ઇસમોએ નીચે મુજબના ગુન્હાઓની કબુલાત કરેલ છે.

(૧) ધનસુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૪૨૪૦૧૪૫/૨૦૨૪ ઇ.પી.કો. ક. ૪૫૭, ૩૮૦ મુજબ

(૨) ધનસુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૪૨૪૦૪૦૪/૨૦૨૪ બી.એન.એસ. ક. ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ

(૩) હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૪૦૭૯૯/૨૦૨૪ બી.એન.એસ ક. ૩૩૧ (૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબ

(૪) ગાંભોઈ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૪૦૫૦૦/૨૦૨૪ બી.એન.એસ ક. ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબ

(૫) ગાંભોઇ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૪૦૪૯૬/૨૦૨૪ બી.એન.એસ ક. ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબ

(૬) ઇડર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૮૮૪/૨૦૨૪ બી.એન.એસ ક. ૩૩૧(૩)(૪), ૩૦૫(ઈ) મુજબ

(૭) તલોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૯૨૩૦૧૬૩/૨ .૧૧૨૦૯૦૪૯૨૩૦૧૬૩/૨૦૨૩ ઇ.પી.કો ક. ૪૫૭, ૩૮૦ મુજબ

(૮) પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૦૯૦૪૧૨૨૧૧૪૦/૨૦૨૨ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭ મુજબ

(૯) પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૨૧૧૪૮/૨ – ૧૧૨૦૯૦૪૧૨૨૧૧૪૮/૨૦૨૨ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૧૦) પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૧૨૨૧૧૫૦/૨૦ ।.૧૧૨૦૯૦૪૧૨૨૧૧૫૦/૨૦૨૨ ઈ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

( ૧૧) પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૧૨૨૧૧૫૩/૨૦ નં.૧૧૨૦૯૦૪૧૨૨૧૧૫૩/૨૦૨૨ ઈ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

( ૧૨) તલોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૯૨૨૦૮૭૪/૨૦૨૨ ઇ.પી.કો ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૧૩) તલોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૯૨૨૦૮૭૫/૨૦૨૨ ઇ.પી.કો ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૪) તલોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૯૨૨૦૮૮૨/૨૦૨૨ ઈ.પી.કો ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૫) તલોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૯૨૨૦૮૯૧/૨૦૨૨ ઇ.પી.કો ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૬) તલોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૯૨૨૦૮૯૨/૨૦૨૨ ઈ.પી.કો ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૭) આંબલીયારા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૧૨૩૦૧૪૭/ ૨૦૨૩ ઇ.પી.કો. ક. ૪૫૭, ૩૮૦ મુજબ (૧૮) ચિલોડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં.૧૧૨૧૬૦૦૬૨૧૦૬૧૦/૨૦૨૧ ઈ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૯) ચિલોડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૧૬૦૦૬૨૨૦૦૭૮/૨૦૨૨ ઈ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૦) રખિયાલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં.૧૧૨૧૬૦૧૨૨૨૦૩૬૩/૨૦૨૨ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૧) રખિયાલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૧૨૨૩૦૦૭૧/૨૦૨૩ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૨) રખિયાલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૦૧૨૨૪૦૦૬૪/૨૦૨૪ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૩) દહેગામ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં.૧૧૨૧૬૦૦૫૨૩૦૨૦૮/૨૦૨૩ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૪) દહેગામ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૫૨૩૦૨૩૧/૨૦૨૩ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૫) દહેગામ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૫૨૩૦૩૪૬/૨૦૨૩ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૬) દહેગામ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૫૦૦૫૨૩૦૭૧૨/૨૦૨૩ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૭) દહેગામ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૫૦૦૫૨૦૦૦૦૭/૨૦૨૦ ઈ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨૮) કપડવંજ રૂરલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૪૦૨૮૨૦૪૦૧૬૧/૨૦૨૪ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ સદર આરોપીઓની કબુલાત આધારે ચોરી કરીને રાખેલ અલગ અલગ કંપનીની ગેસની બોટલો બન્ને આરોપીઓના ઘરે તથા આરોપી યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલનાઓ જેની સાથે હાલ રીલેશનશીપથી રહેતાં હીનાબેન કાંતીલાલ પટેલ રહે.કપડવંજ નાઓના ઘરે રાખી તથા હફીજહુસૈન અયુબમીયાં ચૌહાણ રહે.કસ્બા વાયતપુરા કપડવંજ નાઓને વેચાણ આપેલ હોવાનું જણાવતાં

-(૧) યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ નાઓની પાસેથી અલગ અલગ કંપનીની કુલ ગેસની બોટલો નંગ- ૨૨ કિ.રૂ.૩૩,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.

– (૨) હીનાબેન કાંતીલાલ પટેલ રહે.અંતીસર દરવાજા પાસે કપડવંજ તા.કપડવંજ જી.ખેડાના ઘરેથી અલગ અલગ કંપનીની કુલ ગેસની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૧૮,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.

– (૩) પ્રવિણભાઈ ઉર્ફે પવલાભાઈ પ્રતાપભાઈ ચૌહાણ નાઓની પાસેથી અલગ અલગ કંપનીની કુલ ગેસની બોટલ નંગ-૦૪ કિ.રૂ.૬૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.

-(૪) હફીજહુસૈન ઉર્ફે અલ્તાફ અયુબમીયાં ચૌહાણ નાઓની પાસેથી અલગ અલગ કંપનીની કુલ ગેસની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૧૫,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. જેથી સદર આરોપી (૧) યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ (૨) પ્રવિણભાઇ ઉર્ફે પવલાભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (૩) હફીજહુસૈન ઉર્ફે અલ્તાફ અયુબમીયાં ચૌહાણ નાઓને ગાંભોઈ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૪૦૪૯૬/૨૦૨૪ બી.એન.એસ ક. ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ક. ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી વધુ તપાસ અર્થે ગાંભોઈ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-

ઓમની વાન ગાડી-૧ કિ.રૂ.૮૦,૦૦૦/-

મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/-

ગેસની બોટલ-૦૨ કિ.રૂ.૩૦૦૦/-

લોખંડની કોસ-૧ કિ.રૂ.૫૦/-

નાનુ ડીસમીસ-૧ કિ.રૂ.૧૦/-

અલગ અલગ કંપનીની ગેસની બોટલ નંગ- ૪૮ डि.३.७२,०००/-

કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૬૦,૫૬૦/-

પકડાયેલ આરોપીઓ

1. યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ ફુલાભાઈ પટેલ ઉ.વ.૪૭ રહે.સાવલી પટેલ ફળી તા.કપડવંજ જી.ખેડા

2. પ્રવિણભાઇ ઉર્ફે પવલાભાઈ પ્રતાપભાઈ હમીરભાઈ ચૌહાણ (ઠાકોર) ઉ.વ.૫૨ રહે.કરશનપુરા અંતીસર દરવાજા પાસે કપડવંજ તા.કપડવંજ જી.ખેડા હાલ રહે.અંતીસર દરવાજા હોળી ચકલા ભાડાના મકાનમાં કપડવંજ તા.કપડવંજ જી.ખેડા

3. હફી જહુસૈન ઉર્ફે અલ્તાફ અયુબમીયાં ચૌહાણ(મુસ્લીમ) ઉ.વ.૩૬ રહે.કબા વાયતપુરા કપડવંજ તા.કપડવંજ જી.ખેડા

આરોપીઓએ કબુલાત કરેલ વણ નોંધાયેલ ગુનાઓ

આરોપી નંબર (૧,૨) નાઓએ ભેગા મળીને રાત્રીના સમયે ધનસુરા ખાતે પંદરેક દિવસ પહેલાં ભેસાવાડા ગામ તથા કોલવડા ગામે આંગણવાડીમાંથી ગેસ બોટલ તથા કરિયાણાના સામાનની ચોરી કરેલ હતી અને તે સિવાય આરોપી નંબર (૧) નાએ અગાઉ ઉપરોક્ત જણાવેલ જગ્યાઓ સિવાય આંગણવાડી ખાતેથી તેની પાસેના મો.સા.લઈ તથા છુટક સાધનમાં જઈ ગેસની બોટલોની ચોરી કરેલ છે અને તે સિવાય છેલ્લાં ત્રણેક મહિનાના સમયમાં આરોપી નંબર (૧) નાએ કપડવંજ વિસ્તારમાં અલગ અલગ દસેક પ્રાથમીક શાળા તથા આંગણવાડી ખાતે ગેસ બોટલોની ચોરીઓ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી

પો.ઈન્સ. શ્રી એસ.એન.કરંગીયા

ટે. એ.એસ.આઈ. બી.એમ.પરમાર

હે.કો. વિનોદભાઈ

પો.કો. પ્રહર્ષકુમાર

ડ્રા.પો.કો.ઇન્દ્રજીતસિંહ

પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર

ટે. એ.એસ.આઈ. એચ.બી.ઝાલા

હે.કો. કલ્પેશકુમાર

પો.કો. દર્શનકુમાર

ડ્રા.પો.કો. જતીનકુમાર

એ.એસ.આઈ. દેવુસિંહ

હે.કો. નરસિંહભાઈ

પો.કો. હિમાંશુ

પો.કો.નિરીલકુમાર

ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!