GUJARATJETPURRAJKOT

Rajkot: વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે યોજાશે ‘વાઈબ્રન્ટ રાજકોટ સમિટ-૨૦૨૩’

તા.૧૨/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

વિવિધ વર્કશોપ, B2B- B2G પેનલ ચર્ચા, ‘Make in Rajkot’ થીમ ઉપર એક્ઝીબિશન તથા ઉદ્યોગકારો સરકાર સાથે MoU કરી શકશે

Rajkot: રાજકોટનો ઉદ્યોગ ક્ષેત્રમાં હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં તા. ૧૫ તથા ૧૬ ઓક્ટોબરના રોજ બિઝનેસ સર્વિસ સેન્ટર, શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટ-૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના ઉદ્યોગ જગતને એકસપોર્ટ કરવામાં સરળતા રહે, નેટવર્કિંગ વધારી શકે, ક્રેડિટ લીંકેજ માટે પૂરો સપોર્ટ મળી રહે તેમજ કારીગરોને આર્થિક લાભ થાય, તે હેતુસર આ કાર્યક્રમ યોજાશે.

રાજકોટમાં બનતી વિવિધ વસ્તુઓ જેમ કે એન્જીનીયરીંગ ગુડસ, સબમર્સિબલ પંપ્સ, ઓટોમોબાઈલ પાર્ટસ, એગ્રી ઈકિવપમેન્ટ, ડીઝલ એન્જીન, ટેકસટાઈલ ગુડસ, પ્લાસ્ટીક ગુડસ, હાર્ડવેર ગુડસ, કિચનવેર ગુડસ, સિંગલ ઇક્ત પટોળા વગેરેને ધ્યાનમાં રાખી બે દિવસીય વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વર્કશોપ યોજાશે તેમજ B2B અને B2G પેનલ ચર્ચા કરવામાં આવશે. તેમજ ‘Make in Rajkot’ થીમ ઉપર એક્ઝીબિશન યોજાશે. તથા ઉદ્યોગકારો સરકાર સાથે MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરી શકશે.

આ કાર્યક્રમના પ્રથમ સત્રમાં સવારે ૧૦ કલાકથી સવારે ૧૧-૩૦ કલાક દરમિયાન ઉદઘાટન, લાભાર્થીઓને સહાય, એમ.ઓ.યુ. સમારોહ, પ્રદર્શન સ્ટોલની મુલાકાત યોજાશે. સવારે ૧૧-૩૦ કલાકથી બપોરે ૦૧-૦૦ કલાક સુધી નિકાસની તકો અને એન્જિનિયરિંગ મશીનરી પ્રોડ્યુસેટમાં સરકારી પ્રોત્સાહનો પર કેન્દ્રિત બીજું વિશેષ સત્ર યોજાશે તેમજ વર્તમાનમાં વ્યાપાર વલણો પર પેનલ ચર્ચા કરાશે. ત્રીજા સત્રમાં બપોરે ૦૨-૦૦ કલાકથી બપોરે ૦૩-૦૦ કલાક દરમિયાન પેનલ ચર્ચા, વર્કશોપ અને કારીગરો પર ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાશે. બપોરે ૦૩-૦૦ કલાકથી સાંજે ૦૪-૦૦ કલાક સુધી ક્રેડિટ/ ક્રેડિટ લીંકેજ અંગે પેનલ ચર્ચા કરાશે. તેમજ પાંચમાં સત્રમાં સાંજે ૦૪-૦૦ કલાકથી સાંજે ૦૪-૩૦ કલાક દરમિયાન ઓપન હાઉસ ચર્ચા (B2B સત્ર) કરાશે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશન, ચેમ્બરો તેમજ ઉદ્યોગ જગતના બે હજાર જેટલા લોકો ભાગીદારી નોંધાવવાના છે, તેમ નાયબ કલેકટરશ્રી, રાજકોટ શહેર-૨ની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!