GUJARATNAVSARI

“સાંસદ દિશા દર્શન” અંતર્ગત રવિવારે મેરેથોન દોડનું આયોજન,અધિક કલેકટર કેતન જોષીના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનને નવો વેગ મળશે” નવસારી જિલ્લા સ્વચ્છતા અભિયાન “સાંસદ દિશા દર્શન” કાર્યક્રમ અંતર્ગત તા.૨૧/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૬-૦૦ કલાકે લુન્સીકુઇ મેદાનથી તિઘરા તેમજ વિલ્સન પોઇન્ટ ઇટાળવા સુધી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” થીમ પર મેરેથોન દોડનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીનાં સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. જે અન્વયે અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે જિલ્લા સેવા સદન, નવસારી ખાતે સમીક્ષા બેઠક મળી હતી.
<span;> બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે તા.૨૧મી રવિવારના રોજ મેરેથોન દોડ ત્રણ શ્રેણી – ત્રણ, પાંચ અને દસ કિલોમીટર – માં યોજાશે. સ્પર્ધકો અને ભાગ લેનાર સૌ સ્વચ્છતાગ્રહીઓએ રજીસ્ટેશન કરાવવાનું રહેશે. લિંક છે https://www.townscript.com/e/navsari-marathon-014314.
જિલ્લા વહીવટીતંત્ર અને રોટરી કલબ, નવસારી દ્વારા સંયુકત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પીવાનું પાણી, એનર્જી ડ્રીંકસ, આરોગ્યની ટીમ, રસ્તાની સાફ સફાઇ, ટ્રાફિક વ્યવસ્થા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. આ મેરેથોન સ્પર્ધાનાં આયોજનથી “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનને નવો વેગ મળશે અને લોકોમાં સ્વચ્છતા જાગૃતિ વધશે એવી આશા અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષીએ વ્યક્ત કરી હતી.
<span;> આ બેઠકમાં નવસારી પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોહિલ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, રોટરી કલબના કર્મીઓ ઉપસ્થિત રહયાં હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!