NATIONAL

લદાખમાં સેનાની ટ્રક ખીણમાં પડી : નવ જવાન શહીદ

લદ્દાખમાં એક મોટો અકસ્માત થયો છે. સેનાની એક ટ્રક ખીણમાં પડી ગઈ હતી જેના કારણે 9 જવાનોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માત ક્યારીથી 7 કિલોમીટરના અંતરે થયો હતો. ભારતીય સેનાના જવાનો ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા. આ ટ્રકમાં બે જુનિયર કમિશન્ડ ઓફિસર અને સાત જવાન હતા. તે તમામના મોત થયા છે.

સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને એસયુવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખીણમાં પડી ગયું હતું. જવાનો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023માં પૂંચ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના એક વાહનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 5 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સેના દ્વારા તે સમયે જણાવવામાં આવ્યું હતું કે રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે હાઈવે પરથી પસાર થઈ રહેલા સેનાના વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે વાહનમાં આગ લાગી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આ આતંકી હુમલો થયો હતો.

તેમજ ડિસેમ્બર 2022માં સિક્કિમમાં એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 16 સૈન્યના જવાનો માર્યા ગયા હતા. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં થયો હતો. સેનાના ત્રણ વાહનો સવારે સૈનિકોને લઈને જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો ત્યારે ગેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે વાહન ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને વાહન નીચે ખીણમાં પડી ગયું હતું. જેમાં 4 ઘાયલ જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!