GUJARATNARMADATILAKWADA

જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મમતાબેન તડવીની ઉપસ્થિતિમાં ભાદરવા ખાતે 74 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મમતાબેન તડવીની ઉપસ્થિતિમાં ભાદરવા ખાતે 74 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર વસિમ મેમણ તિલકવાડા

ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સરાહનીય પહેલ કરવામાં આવી છે આવનારી પેઢીઓને શુદ્ધ વાતાવરણ મળી રહે અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મમતાબેન તડવી ની ઉપસ્થિતિમાં ભાદરવા ખાતે 74 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ ની શરૂઆતમાં મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવાના આવી

ઉલ્લેખનીય છે કે પર્યાવરણને બચાવવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે અને લોકો જાગૃત થાય તે માટે ઘણી વખત કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતની થીમ સાથે 74 માં વન મહોત્સવની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાયો તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મમતાબેન તડવીએ જણાવ્યું કે પર્યાવરણ ને બચાવવા માટે વૃક્ષોનું વાવેતર અને તેનું જતન ખૂબ જરૂરી છે ભવિષ્યમા આપણી આવનારી પેઢીઓને સ્વચ્છ વાતાવરણ અને જરૂરી ઓક્સિજન મળી રહે તે માટે વૃક્ષો નો ઉછેર ખૂબ જરૂરી છે ગામના તળાવના કિનારે ગામના પાદર કે ઘરનું આંગળું હોય વૃક્ષોથી લહેરાતું રહે તે માટે આપણે સૌ સાથે મળીને વૃક્ષો રોપી તેનું જતન કરવું જોઈએ એક વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન સાત વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે વૃક્ષો વગરનું જીવન શક્ય નથી આ પ્રસંગે RFO જીગ્નેશ ભાઈએ શાબ્દિક સ્વાગત માં તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની પ્રાથમિક ભૂમિકા આપી તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલા જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓ પક્ષીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે જ લાભાર્થીઓને ડીસીપી નર્સરી માટે સહાય ના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા ઉપરાંત વન વિભાગ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોને વૃક્ષોના રોપા નું વિતરણ કરવામાં આવ્યું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!