GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:અરાદ રોડ ઉપર ખેતરમાં અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૫.૨૦૨૪

હાલોલના અરાદ રોડ ઉપર ભારત ગેસના ગોડાઉનની નજીક એક આવાવરુ ખેતરમાંથી અજાણ્યા પુરુષનો ડી કમ્પોઝ થઈ ગયેલો મૃતદેહ મળી આવતા પોલીસે એફએસએલ ની મદદ લઈ મૃતદેહ ની ઓળખ છતી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસ ને મૃતદેહ પાસે એક કીપેડ વાળો મોબાઈલ મળી આવ્યો છે.જેમાં બે સીમકાર્ડ ઇન્સ્ટોલ કરેલા છે.બંને સીમકાર્ડ બ્લોક થયેલા હોવાથી પોલીસે કોલ લોગ આધારે આ ઈસમ કોણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે.અવાવરું જગ્યા નજીક કોતર આવેલું છે.પોલીસે મૃતદેહ નજીક નો વિસ્તાર માં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવેલી નથી. અજાણ્યા યુવક ના મૃતદેહ ના ચહેરા ઉપર જવલદ પ્રવાહી રેડી દેવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળતા હત્યા ની શંકા નકારી શકાય તેમ નથી.જોકે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!