HALOLPANCHMAHAL

હાલોલ:વિઠ્ઠલપુરા સેન્ટરના આચાર્ય તેમજ શિક્ષકોની અનોખી પહેલ,દિવ્યાગ બાળકોને પ્રોત્સાહિત ઈનામ અપાયા 

તા.૪.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નાગરમાં આવેલ વિઠ્ઠલપુરા સેન્ટરના આચાર્ય તેમજ શિક્ષકોની અનોખી પહેલ કરવામાં આવી હતી.જેમાં દિવ્યાગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સરકાર ની ગ્રાટ વગર શિક્ષકો તેમજ દાતાઓ દ્વારા હાલોલ નાગરમાં આવેલ શાળા મા કાર્યક્રમ યોજાયો હતો ૪ જાન્યુઆરી લુઇ બ્રેલના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ અનોખી રીતે ઉજવાયો હતો. છત્રીસ દિવ્યાંગ બાળકો માટેના સંગીત ખુરશી લીંબુ ચમચી અને ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ વિઠ્ઠલપુરા સેન્ટરના આચાર્યો અને દાતાના સહયોગથી સંપન્ન થયો હતો.પ્રવાસી શિક્ષક અલ્પેશભાઈ શાહ તથા સી.આર.સી.વિઠ્ઠલપુરાના આયોજનથી હાલોલ નગરમાં આવેલ ઇન્દિરા નગરી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ દિવ્યાંગ બાળકોના કાર્યક્રમોમાં શૈલેષભાઈ સોની દ્વારા દફતર વિતરણ કરવામાં આવ્યા હતા અને તમામ બાળકોને તથા મનોજભાઈ કનાસિયા અને નીતાબેન પંચાલ તરફથી ચા નાસ્તો અલ્પાહાર તેમજ સી.આર.સી દર્શનભાઈ પંચાલ દ્વારા નોટબુક આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શિક્ષક સોસાયટીના ચેરમેન અને વિઠ્ઠલપુરા શાળા ના આચાર્ય દિનેશભાઈ સોલંકી ના સાનિધ્યમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમમાં આચાર્યો શિક્ષકો તથા દિવ્યાંગ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!