BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈને અનેક ખેડૂતોને પાકોમાં નુકસાન થયું છે તે અંગે કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી 

 

28 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈને અનેક ખેડૂતોને પાકોમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેને લઈને કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા આજે જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી હતી જો કે નુકસાન નથી થયું તેવા ખેતીવાડી અધિકારીના નિવેદન સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને તાત્કાલિક સર્વે કરવા માટેની માગણી કરી હતી.છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ હતો અને વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે રવિ પાક ખરીફ પાક અને બાગાયતી પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન છે અને જેને લઈને ખેડૂતો સર્વે કરીને સહાયની માંગ પણ કરી રહ્યા છે જોકે બનાસકાંઠા ખેતીવાડી અધિકારીએ વરસાદથી ખેડૂતોને નુકસાન ન થયું હોવાનું નિવેદન કર્યું હતું અને ત્યારબાદ ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને સર્વે કરીને નુકશાન થનાર ખેડૂતો ને તાત્કાલિક સહાય કરવાની માંગ કરી હતી અને ત્યારબાદ કિસાન સંઘ નાં આગેવાનો ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી પર પહોંચ્યા હતા.અને ખેડૂતો ને પાકો માં થયેલા નુકશાન નો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી..કિસાન સંઘ અને ખેડૂતો ની રજૂઆત બાદ ખેતીવાડી અધિકારીએ જે નુકસાન થયું છે ત્યાં રિપોર્ટ મેળવીશું ત્યારબાદ સર્વે કરશું તેમ કહ્યું છે.જોકે ખેડૂતોએ જો તટસ્થ નુકસાની નો સર્વે નહીં થાય તો આગામી સમયમાં ચોક્કસ મુદતના ધરણા ઉપર ભારતીય કિસાન સંઘ અચોક્કસ મુદત ના ધરણા પર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે ખેડૂત આગેવાનો માવજી લોહ પ્રમુખ ભારતીય કિસાન સંઘ તથા કાનજીભાઈ પટેલ ખેડૂતે આ નિવેદન આપતાં જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!