BHARUCHGUJARAT

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુમ થયેલ 8 વર્ષના બાળકના વાલીને શોધી પરિવાર સાથે ભેટો કરાવ્યો

સમીર પટેલ, ભરૂચ

અંક્લેશ્વર શહેર બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ વાલીયા ચોકડી પાસેથી પોલીસને આઠ વર્ષનો બાળક મળી આવ્યો હતો. બાળક પોતાનું નામ સીવાય બીજુ કંઈ જાણતો ન હતો. બાળક તેના ઘરેથી ચાલતા ચાલતા વિખુટો પડી વાલીયા ચોકડી પાસે આવી ગયો હોવાનું પોલીસનર જાણવા મળ્યું હતું. આથી પોલીસકર્મીઓએ બાળકને સાથે રાખી તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળી હતી. બાળક ડી માર્ટની પાછળ આવેલ હરિઓમ પાર્કમાં રહેતા સુરેન્દ્ર પટેલનો પૌત્ર હોવાનું બહાર આવતા પોલીસે બાળકને તેના પરિવારને સોંપ્યો હતો.બાળકનો પરિવાર સાથે ભેટો થતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કામગીરી પોલીસકર્મી પ્રવિણ ડાહ્યાભાઇ કિશોરભાઈ નનુભાઇ, કૌશીક જેસીંગભાઈ, શૈલેષ શંકરભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!