GUJARATPADDHARIRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામના પશુપાલકને રૂ.૧.૨૦ લાખ સહાય ચૂકવાઈ
તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા અસરગ્રસ્ત પશુપાલકોને પણ સહાય આપવામાં આવી રહી છે. પડધરી તાલુકાના ખામટા ગામના પશુપાલક મુકેશભાઈ ઘેલાભાઈ સાનિયાના પશુનું મૃત્યુ થતાં તેમને નિયમ મુજબ મળવા પાત્ર રૂ.૧.૨૦ લાખની સહાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવી હતી.
પશુપાલકો દુધાળા પશુનું દૂધ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પૂરના કારણે પશુ મૃત્યુ થતાં પશુપાલકો મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ જતા હોય ત્યારે આફતની સ્થિતિમાં સરકાર દ્વારા લાભાર્થી પશુપાલકને સહાય ચૂકવવામાં આવી છે.