AHAVADANG

ડાંગ: બારખાંદિયા દગડપાડા ફાટક પાસેથી સાગી ચોરસા ભરેલ પિકઅપ ઝડપી પાડી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં વઘઇ રેંજની વનકર્મીઓની ટીમે બારખાંદિયા દગડપાડા ફાટક પાસેથી સાગી ચોરસા ભરેલ પિકઅપ ઝડપી પાડી…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે રબારીની ટીમે ગતરોજ તેઓનાં રેંજ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે અરસામાં વઘઇ તાલુકાનાં બારખાંદિયા-દગડપાડા વિસ્તારમાંથી સાગી લાકડાની તસ્કરી કરી લઈ જવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીની ટીમે બારખાંદિયા દગડપાડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.અહી બાતમી વાળી બોલેરો પિકઅપ ગાડી પર શંકા જતા ઉભી રાખી સઘન તપાસ હાથ ધરતા તેમાંથી પાસ અને પરમીટ વગરનાં સાગી નંગ-15 જેનું ઘનમીટર 2.675 જણાયુ હતુ. હાલમાં વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીની ટીમે સાગી ચોરસા અને પિકઅપ ગાડી મળીને કુલ 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!