અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
સાબરડેરી : દૂધ ના ભાવ ફેર માં વિલંબ થતાં કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું, પશુપાલકો ને સમયસર ભાવફેર મળતો નથી
અરવલ્લી સાબરકાંઠા ના લાખો પશુપાલકો માં રોષ ભભૂકી ઉઠ્યો છે જેમા 3 મહિના કરતા વધુ સમય વીતવા આવ્યો છતાં હજુ સુધી ભાવ ફેર બાબતે સાબરડેરીના વહીવટ પર ક્યાંક સવાલો ઊભા થયા છે. જેમાં સાબરડેરી ના હિસાબો અને ઓડિટ સમયસર ન થતા ભાવ ફેર ચૂકવવામાં વિલંબ થયો હોવાની માહિતી મળી હતી સાથે હાલ ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખેતીનો સમય આવ્યો છતાં હજુ સુધી ભાવ ફેર ન ચૂકવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો જે જેમાં સાબરડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ અને પશુપાલકો એ હિંમતનગર ખાતે રેલી યોજી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતુ અને જણાવ્યું હતું ઝડપથી પશુપાલકો ને ભાવફેર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી