ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : નકલી કે પછી અસલી..! રહસ્ય ઘૂંટાયું : અરવલ્લીમાં નકલી કચેરી હોવાની વાતનું જિલ્લા કલેકટરે ખંડન કર્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : નકલી કે પછી અસલી..! રહસ્ય ઘૂંટાયું : અરવલ્લીમાં નકલી કચેરી હોવાની વાતનું જિલ્લા કલેકટરે ખંડન કર્યું

નકલી બિયારણ,નકલી ટોલ નાકુ, નકલી કચેરીઓ, બધુજ નકલી તો અસલી શું..? જેની સામે આજે અનેક સવાલો ઉભા થયાં છે આ બધી નકલી બાબતો થી તો આવનાર સમય મનુષ્ય માટે ખુબ જ અગરો બનશે કેમ કે નકલી સામે અસલી શું એજ જાણવું ખુબજ મુશ્કેલ છે અને જયારે જયારે પણ નકલી જે પણ ઝડપાયું છે એની સામે અધિકારીઓ એજ અધિકારીઓ નો લૂલો બચાવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે

નકલી કચેરી ને લઇ હવે રાજકારણ ગરમાયું છે કેમ કે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા તિરુપતિ બઁગ્લોઝ પર રેડ કરી રિટાયર્ડ સિંચાઈ અધિકારી અને ચાલુ નોકરીના અધિકારી સાથે આ નકલી સિંચાઈ કચેરીનો પર્દાફાશ કર્યોં છે સૌથી મહત્વ ની વાત એ સામે આવી છે કે રિટાયર્ડ જે અધિકારી હતા તે ભાજપના નેતા ભીખાજી ના વેવાઈ હોવાની વાતો સામે આવિ છે અને હાલ સામ સામે આક્ષેપો જોવા મળી રહ્યા છે કે આ નકલી કચેરી જેવું કઈ છે જ નહિ પરંતુ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે કે જે મોડાસા શહેરમાં ઝડપાયેલ સિંચાઈની નકલી કચેરીના મામલે અરવલ્લી જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું હતું જેમાં આ નકલી કચેરી હોવાનું જિલ્લા કલેકટરે વાતનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે ઉચ્ય અધિકારીઓની ટીમેં તપાસ કરી તમામ દસ્તાવેજી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસ આજે જ શરૂ કરી દેવાશે તપાસ સમિતિની ટીમ ની રચના અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવાશે તેમ પણ કહ્યું હતું..કલેક્ટરે જણાવ્યું હતું કે નકલી કચેરીને લઇ જે કાગરિયા મળ્યા છે જે નિવૃત અધિકારી ને ત્યાં મળ્યા છે સંભવાના કે શક્યતા છે કે મોટાભાગે નિવૃત અધિકારી પોતાના અભ્યાસ માટે કે પ્રાયવેટ કન્સલ્ટી તેમજ તેમના સ્ટાફ ના ટ્રેનિંગ માટે કોરી મેજર મેન્ટબુક નો ઉપયોગ કરતા હોય તેવું બની શકે તેમ જણાવ્યું હતું

સિક્કાઓ અને પંચાયત ના લેટર પેડ તેમજ કોરી મેજર મેન્ટબુક ને લઇ હાલ ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે કે એક નહીં પણ 30 થી પણ વધુ સિક્કાઓ મળી આવ્યા છે ત્યારે આ બાબતો ઘણું બધું કહી જાય છે હવે જોવાનું એ છે કે શું ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે કે પછી નકલી કચેરીને નામે પડદો પાડી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!