MORBIMORBI CITY / TALUKO

જામનગર: તમાચણ ગામે બોરવેલ માં ફસાયેલ રોશનીની જીવન રોશની આખરે ઓલવાઈ

જામનગર: તમાચણ ગામે બોરવેલ માં ફસાયેલ રોશનીની જીવન રોશની આખરે ઓલવાઈ

પોલીસે વાડી માલિક સામે 304 મુજબ ગુનો દાખલ કર્યો

 


જામનગર તાલુકાના તમાચણ ગામમાં શનિવારે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી બોરમાં ૩૦ ફૂટ નીચે ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ છે. ફાયર બ્રિગેડ, આર્મી એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ આખરે ૨૧ કલાકની જહેમત પછી બાળકીનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો, ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.જામનગર તાલુકાના તમાચાણ ગામની એક વાડીનાં બોરવેલમાં ખેત મજૂરની અઢી વર્ષની બાળકી રોશની શનિવારે સવારે પડી ગઈ હતી, આ સમયે બાળકીની માતાને જાણ થતાં જ તેણીએ બુમાબુમ કરી હતી. આ પછી સબંધિત તંત્રને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડ- ૧૦૮ની ટિમ પોલીસ સ્ટાફ વગેરે દોડી ગયા હતા. અને અઢી વર્ષની રોશનીને બોર માંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. બોરમાં કેમેરા પણ ઉતારવામાં આવ્યા હતા. જેથી બાળકી અંગે પળપળની જાણકારી મળતી રહે.પરંતુ કેમેરોમાં માત્ર બાળકીનો હાથ દેખાયો હતો. અન્ય કોઈ મુવમેન્ટ જોવા મળી ન હતી.


જેથી સમાંતર ૩૦ ફૂટનો ખાડો કરીને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે હિટાચી – જેસીબી મશીનનો ઉપયોગ પણ કરાયો હતો.જ્યારે મોડેથી આર્મી, એન.ડી.આર.એફ.ની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. 21 કલાકની જેમત બાદ આખરે બાળકીના મૃતદેહને બહાર કાઢી લેવાયો હતો, ત્યારે સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.
ખુલ્લા બોરવેલના કારણે બાળકીનો ભોગ લેનાર બોરવેલ બનાવનાર વાડી માલીક સામે મનુષ્ય વધનો ગુનો નોંધાયો.વાડી માલિક સામે મનુષ્યવધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.


મળતી વિગત મુજબ જામનગર તાલુકાના તમાચણ ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી રોશની કે જેનું ખુલ્લા બોરમાં પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જે ખુલ્લો બોલવેલ મૂકી દેના વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે મનુષ્યવધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.તમાચણ ગામમાં ખેતીવાડી ધરાવતા ચંદુભાઈ ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ વતની લાલુભાઈ મનુભાઈ વાસકેલા કે જેની અઢી વર્ષની પુત્રી રોશની રમતાં રમતાં પોતાની જ વાડીમાં ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી, અને મૃત્યુ પામી હતી.જે ખુલ્લો બોરવેલ મૂકી દઈ બેદરકારી દાખવનાર વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં મૃતક બાળકીના પિતાએ મનુષ્યવધ અંગેની ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે આઇપીસી કલમ ૩૦૪ અ મુજબ ગુનો નોંધ્યો છે, અને ખેડૂતની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતક બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવાયા પછી તેની અંતિમ વિધિ કરવા માટે વતનમાં લઈ જવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!