JUNAGADHMANGROL

માંગરોળ: બંદર વિસ્તારમાં રસ્તાની સમસ્યાને લઈ રહીશો દ્વારા પોલીસ, મામલતદાર અને પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

* ખારવા સમાજના પટેલ સહિતે મામલતદારને આવદેનપત્ર પાઠવ્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળના બંંદર બઈ વિસ્તારમાં રસ્તાના અણધડ અને ધીમી ગતિએ થઈ રહેલા કામોથી પડી રહેલી હાલાકીને લઈ લોકોમાં ભારે રોષ પ્રવતીં રહ્યા છે .ત્યારે કામમાં થઈ રહેલા વિલંબ બાબતે કાયૅવાહી કરી સમસ્યાનું નિવારણ લાવવા માંગ ઉઠી છે. ખારવા સમાજના પટેલ પરસોતમ ભાઈ ખોરવા, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપ સ્થિત રહી આજે મામલતદાર, ચિફ ઓફિસર તથા પોલીસ તંત્રને આવેદન પાઠવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી મકતુપુરથી ધોળાપીર દરગાહ સુધી માગઁ મકાન વિભાગના રસ્તાનુંં કામ ચાલુ છે .ઠેર ઠેર ખોદાયેલા રસ્તા મગરમચ્છની પીઠ જેવા થઈ જતાં અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના બનવો બન્યા છે .

તાજેતરમાં વાવાઝોડા જેવા વાતાવરણમાં વરસાદ પડતાં અનેક જગ્યાએ બે ,બે કુટ પાણી ભરાયાં હતા.ત્યારે વાહન તો ઠીક ,લોકોને ચાલીને નીકળવું પણ કપરૂં બન્યું હતું, લાંબા સમયથી ઢંગધડા વગરનાં આયોજનથી થઈ રહેલા કામથી પાણીની લાઇનો તુટી ગઈ છે .જે રિપેર ન થતાં દિવસોથી વિતરણ ઠપ્પ જેવી સ્થિતિમાં છે. આ અંગે લેખીત- મૌખિક રજૂઆત છતાં કામગીરી થતી નથી

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!