ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસા નજીક ટ્રકમાં ભીષણ આગ, ગર્ભવતી મહિલા સહિત એક જ પરિવારના 3 લોકોના મોતથી માતમ છવાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ

અરવલ્લી : મોડાસા નજીક ટ્રકમાં ભીષણ આગ, ગર્ભવતી મહિલા સહિત એક જ પરિવારના 3 લોકોના મોતથી માતમ છવાયો

*મોડાસાના બામણવાડ નજીક વીજ વાયરને અડી જતાં ટ્રકમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત*

*પતિ-પત્નિ અને એક બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો, 2 બાળકો માતા-પિતા વિહોણા બન્યા*

*ટ્રકમાં આગ લાગતા 150 જેટલા ઘેટાં-બકરાના મોત

લટકતાં વીજ વાયરથી વીજ તંત્ર સામે લોકોમાં ભારે રોષ*

INBOX :- 3 વ્યક્તિઓ ના મૃત્યુ

વેલજીભાઈ રૂપાજી રબારી તેમની 6 વર્ષ ની બાળકી અને ગર્ભવતી પત્ની ઉંમર 25 વર્ષ (તમામ રહે. ઉપલા મેળા તા આહોર જી. જાલોર)

અરવલ્લી જિલ્લામાં સોમવારનો દિવસો ગોજારો સાહિત થયો, વહેલી સવારે મોડાસા તાલુકાના બામણવાડ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. રાજસ્થાનના મારવાડ પંથકમાંથી ઘેટાં-બકરા ભરેલી ટ્રક સાથે બે પરિવારો મોડાસા આવ્યો હતો, મોડાસા નજીક બામણવાડ ખાતે પહોંચી જ ગયા હતા, જ્યાં ટ્રક ખેતરમાં પ્રવેશ કરી રહ્યો હતો, તે સમય દરમિયાન ટ્રકનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે બૂમાબૂમ થવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પુરૂષ, 1 મહિલા અને 1 બાળકનું મોત થતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

રાજસ્થાનથી માલધારી સમાજના લોકો અરવલ્લી જિલ્લામાં પોતાના પશુઓ સાથે બે ટ્રક ભરીનો મોડાસા ખાતે આવ્યા હતા, જ્યાં ટીંટોઈ નજીક બામણવાડ ખાતે બંન્ને ટ્રક પહોંચી ગઈ હતી, જેમાં એક ટ્રક તો વીજ વાયર નીચેથી નિકળી ગઈ હતી, તો બીજી ટ્રક અચાનક વીજ વાયર સાથે અડી જતાં કરૂણ ઘટના સર્જાવા પામી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ જ્યારે ટ્રક વીજ વાયરને અડી ગઈ ત્યારે અચાનક આગ લાગવાની જાણ થઈ, એટલું જ નહીં અબોલા પશુઓનો અવાજ અને ટ્રકમાં સવાર લોકોની બૂમો સંભળાતા સ્વજનો તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેમાંથી 2 બાળકોને સ્થાનિકોએ બહાર કાઢી લીધા હતા, તો કેટલાક પશુઓને પણ બચાવવામાં સફળતા મળી હતી, પણ અચાનક ટ્રકના ટાયરો ફૂટવાના શરૂ થયા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3 લોકો તેમજ 150 જેટલા ઘેટાં બકરાને બચાવી શકાયા નહીં, જેમના કરૂણ મોતથી સમગ્ર પંથકમાં એક શોકનું મોજુ ફરી મળ્યું હતું.સોમવારના દિવસે વહેલી સવારની આ ઘટનાની જાણ થતાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મળવ્યો હતો. ઘટનાને પગલે પોલિસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને લોકોનો વીજ તંત્ર પર રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને આસપાસના વિસ્તારોમાં નીચે લટકતા વીજ વાયરોથી હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!