ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકા શિક્ષણ શાખામાં 9/20/31 ઉચ્ચતર પગાર ધોરણમાં કચેરીઓમાં કામ કરતા વ્યક્તિઓ દ્વારા ઉઘરાણા કરી ફાઈલો પાસ કરાવતા હોવાના આક્ષેપો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકા શિક્ષણ શાખામાં 9/20/31 ઉચ્ચતર પગાર ધોરણમાં કચેરીમાં કામ કરતા વ્યક્તિઓ દ્વારા ઉઘરાણા કરી ફાઈલો પાસ કરાવતા હોવાના આક્ષેપો

મેઘરજ તાલુકાની શિક્ષણ શાખા વર્ષ 2004,2007,2008 અને 2010 ની ભરતી વાળાને 9/20/31 નું ઉચ્ચતર પગાર ધોરણ ત્રણ વર્ષથી વધુ સમય થવા છતાં તાલુકા પંચાયત કચેરી મંજૂર કરતી નથી.અને વર્ષ 2011 અને 2013 ની ભરતીવાળાઓ જે પૈસા આપે તેને મંજુર કરી દીધી છે.શિક્ષણ નિયામકશ્રીના પરિપત્ર મુજબ ઉચ્ચતર પગાર ધોરણ સિન્યોરિટીના ક્રમ મુજબ આપવાનું હોય છે.પણ મેઘરજ તાલુકાની શિક્ષણ શાખામાં આ પરિપત્રને નેવે મૂકીને પોતાની મરજી મુજબ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવે છે.જે સંદર્ભે કોઈ શિક્ષક શિક્ષણ શાખામાં જાય ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાં બેસતા એક બેન જેઓ સરકારી નિમણૂક ઓર્ડર વગર શિક્ષણ શાખામાં બેસે છે અને એમના જોડે કોઈ હોદ્દો ન હોવા છતાં અન્ય એક વ્યક્તિના ચાર હાથ હોવાથી શિક્ષકો જોડે બેફામ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે શિક્ષકની ગરિમા પણ સાચવતા નથી તથા ત્યાં બેસતા વ્યક્તિ જાણે પોતાની શાખામાં અડ્ડો જમાવી બેઠા હોય તેમ તાલુકાનું તમામ વહીવટી કામ ટી.પી.ઇ.ઓ.ને વિશ્વાસમાં લઈ ઉચ્ચતરના કેસોનો વહીવટ કરે છે.મળતી માહિતી મુજબ કોઈપણ સરકારી ઓર્ડર વગર શિક્ષણ શાખામાં અડ્ડો જમાવી ને બેસે છે અને કોઈ શિક્ષક પોતાના પ્રશ્નો લઈને પૂછવા જાય ત્યારે ઉદ્ધત ગેરવર્તન કરે છે અને તાલુકા કચેરી જાણે પોતાની જાગીરી હોય તેમ શિક્ષકો ને ધુત્કારે છે

વધુમાં જે શિક્ષકો કોઈપણ જાતના નાણાકીય વહીવટ કરવાની ના પાડે તેમને ધ્યાનમાં રાખી તેવા શિક્ષકોની ફાઈલ જિલ્લામાં મોકલતા નથી કાંતો તેમની ફાઇલોમાં ક્ષતિ યુક્ત કરી (જેવી કે સાતમા પગાર પંચ નું સ્ટીકર ઓનલાઇન ના કાઢવું) જિલ્લામાં મોકલે છે. જેથી એલ.એફ. કચેરીમાં જઈ પાછી આવે છે.વધુમાં સરકારશ્રી ના ધારધોરણ મુજબ તાલુકા શિક્ષણ શાખામાં વહીવટ માટે ચાર બીટના બીટ- કે. ની. શ્રીઑ ને ચાર્જ આપેલ છે તેમજ ઉ.૫.ધો.મંજૂર કરવા કે કોઈપણ પ્રકારના વહીવટી કામમાં તેમનો ઉપયોગ લેવામાં આવતો નથી અને તેમના બદલે બિન અધિકૃત વ્યક્તિઓના થકી ઉ.૫.ધો.ની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.

શિક્ષકોના સી આર રિપોર્ટ ભરવા માટે સી આર રજીસ્ટરના આધારે સી આર ભરવાને બદલે શિક્ષકોને જુના ટીપીઇઓ જોડે જે કાં તો નિવૃત્ત છે કાં તો બદલી થયેલ છે તેમના જોડે મોકલી અને ધક્કા ખવડાવવામાં આવે છે.જેઓ જઈ શકતા નથી તેમનો નાણાકીય વહીવટ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.તેવા હાલતો આક્ષેપો થઇ રહ્યા છે

કોઈપણ શિક્ષકનું તાલુકાની સિન્યોરીટી મુજબ ઉ.પ.ધો મંજૂર થતું નથી અને જો થાય તો તેને કોઈપણ પ્રકારના દસ્તાવેજ જેવા કે annexure 4, ઉ.પ.ધો. મંજૂરનું પગાર બાંધણી પત્રક આપવાને બદલે સીધો જ મંજૂરી આદેશ એકલો તાલુકામાંથી સીધા શિક્ષકને રૂબરૂ બોલાવીને આપવામાં આવે છે અને આવા દસ્તાવેજો ન આપવાના કારણે ઉ.પ.ધો ની પુરવણી બિલ ચૂકવવા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. તથા તાલુકા કક્ષાએ થી ઉં. ૫. ધો. મંજૂર થવા જવા માટે જતી ફાઈલો ની વિગત ક્યારેય તાલુકા કક્ષાએ જાહેર કરવામાં આવતી નથી. જે થી શિક્ષકો ને તેનાથી અજાણ રાખવામાં આવે છે.

સરકાર દ્વારા એસ .એ .એસ .પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાં પગાર સંદર્ભે બધી જ કામગીરી નિયામકના આદેશ અનુસાર કરવાનું હોય છે પરંતુ એસ એ એસ પોર્ટલ ને બાજુમાં મૂકી પોતાના મનસ્વી રીતે નાણાકીય વહીવટ કરી કામગીરી કરવામાં આવે છે.જેમાં શિક્ષકો પગારપુરવણી પર એસ એ એસ પોર્ટલ પર 200-200 દિવસ થવા છતાં મંજૂર કરતા નથી અને જેમણે વહીવટ કરેલ છે તેમને ડાયરેક્ટ એસ એ એસ પોર્ટલમાં મંજૂરી વિના ભ્રષ્ટાચાર આચરી પુરવણી બિલ મંજૂર ચૂકવી દીધેલ છે.

શિક્ષક સંઘના હોદ્દો ધરાવતા હોવા છતાં શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જગ્યાએ શિક્ષકો જોડે ઉગરાણું કરી કામ કરે છે તેવા હાલ તો આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ બાબતે શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાલુકાની શિક્ષણ શાખા માંથી બિન અધિકૃત વ્યક્તિઓને તાત્કાલિક અસર થી દૂર કરી સરકાર શ્રી ધ્વારા નિમણૂક આપેલ બીટ કેળવણી નિરીક્ષક શ્રીઓ તેમજ પગાર કેન્દ્ર આચાર્યો પાસે ચેનલ પ્રમાણે કામગીરી કરાવવા માં આવે અને પારદર્શક વહીવટ થાય તે બાબતે ઘટતું કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.તેવો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!