GUJARATPANCHMAHALSHEHERA

શહેરાની વાઘજીપુર ચોકડી નજીક ડીવાઈડર સાથે બાઈક ભટકાતા બાઈક સવાર યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

બોક્સ :-બેટીયા ગામનો યુવાન સલામપુરા ગામે સાસરીમાં જતો હતો તે સમયે બની ઘટના.

 

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બેટીયા ગામનો મુકેશ વિનોદભાઈ ડાભી સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે ૧૭ સીએચ ૨૨૭૫ લઈને તેની સાસરી શહેરા તાલુકાના સલામપુરા ગામે જવા માટે નીકળ્યો હતો,તે સમય દરમ્યાન વાઘજીપુર ચોકડી નજીક રોડની વચ્ચે આવેલ ડીવાઈડર સાથે બાઈક ભટકાતા મુકેશ ડાભી રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી,હાઈવે માર્ગ પર અકસ્માત સર્જાવાને કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો સહિત આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચતા ઈજાગ્રસ્ત મુકેશને શહેરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો,જ્યાં હાજર તબીબે મુકેશ ડાભીને મૃત જાહેર કર્યો હતો.ઘટનાની જાણ શહેરા પોલીસ અને તેના પરિવારજનોને થતાં શહેરા પોલીસ અને તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!