ARAVALLIMODASA

મોડાસા : વરસાદ શરુ થતા જ મોડાસા નગરપાલિકા ની કામગીરી પર સવાલ ખાડા ખોદે પાલીકા અને ભોગ બને નગરજનો, ઋષિકેશ સોસાયટીમાં ખાડારાજ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા : વરસાદ શરુ થતા જ મોડાસા નગરપાલિકા ની કામગીરી પર સવાલ ખાડા ખોદે પાલીકા અને ભોગ બને નગરજનો, ઋષિકેશ સોસાયટીમાં ખાડારાજ

“ખાડો ખોદે તે પડે”ની કહેવત મોડાસા નગરપાલિકાએ બદલી : ખાડા ખોદે પાલીકા અને ભોગ બને નગરજનો, ઋષિકેશ સોસાયટીમાં ખાડારાજ

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્રનો વહીવટ જાણે અંધેરી નગરીને ગંડુ રાજાની માફક ચાલી રહ્યો હોય તેવું નગરજનો અહેસાસ અનુભવી રહ્યા છે મોડાસા શહેરમાં વિકાસના કામોના નામે આડેધડ રોડ, રસ્તા ખોદી નાખવામાં આવ્યા પછી યોગ્ય સમારકામ કે સમયસર રોડ કામ ન થતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા તંત્ર પણ નિંભર નિંદ્રામાં પોઢી જતા વિકાસના કામ કરતા કોન્ટ્રાકટરો અણધડ કામગીરીથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી રોડ પર ભૂગર્ભ ગટર યોજનામાં રોડ ખોદી નાખ્યા બાદ યોગ્ય પૂરણના અભાવે ભુવા પડતા લોકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે

મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસુ નજદીકમાં હોવા છતાં રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી રોડ પર ભૂગર્ભ ગટર યોજના હેઠળ સમગ્ર રોડ ખોદી નાખી ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખ્યા પછી કોન્ટ્રાકટરે રોડ-રસ્તાનું યોગ્ય સમારકામ નહીં કરતા સમગ્ર રોડ કાદવ કીચડ અને ભુવા પડતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભુવામાં ખાબકતા શારીરિક નુકશાની વેઠી રહ્યા છે કૃષ્ણનગર સોસાયટી પ્રવેશદ્વારે સામાન્ય વરસાદમાં ભુવો પડતા રીક્ષા ભુવામાં પડતા ખોટકાઈ જતા લોકો મદદે દોડી આવી મહામહેનતે રિક્ષાને બહાર કાઢી હતી

કૃષ્ણનગર સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર,રોડ પર ભુવો પડતા નિર્દોષ વાહનચાલકો ભુવાનો ભોગ બની રહ્યા છે નગરપાલિકા તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં તંત્રએ આંખ આડે કાન કરતા ભુવો પૂરવાની તસ્દી લીધી નથી રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભુવાનો ભોગ ન બને તે માટે સ્થાનિકોએ સિમેન્ટની પાઇપમુકવા મજબુર બન્યા છે અને નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ભુવો પુરવામાં આવેની માંગ કરી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!