GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI સીલીકોસીસથી મ્રુત્યુ, અંગે મોરબી કલેક્ટર અને લેબર કમીશનર પાસે પંચ(NHRC)એ ૪ અઠવાડીયામાં એકશન રીપોર્ટ માંગ્યો.

ફેબ્રુઆરીમાં વધુ એકનુ સીલીકોસીસથી મ્રુત્યુ, ૨૦૧૯ના કેસ બાબતે મોરબી કલેક્ટર અને લેબર કમીશનર પાસે પંચ(NHRC)એ ૪ અઠવાડીયામાં એકશન રીપોર્ટ માંગ્યો.

મ્રુત્યુ ૫ તારીખે રાજુભાઈનુ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા બાદ હાલ મોરબીમાં વધુ એકનુ સીલીકોસીસએ જીવ લિધો. હરજીભાઈ મકવાણા જે સીરામીકમા ૨૫+ વર્ષથી ભરાઈ કામ કરતા, તેઓ સીલીકોસીસથી ૨૬/૦૨/૨૦૨૪ના રોજ સિલીકોસિસના કારણે અવસાન પામ્યા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સીલીકોસીસથી પીડાતા હતા અંતે એમનુ સીલીકોસીસએ જીવ લીધો અને અન્ય ૩ સીલીકોસીસ પીડીતો હાલ ઓક્સીજન કન્સન્ટ્રેટર પર જીવી રહ્યા છે. અને ઘણા કામદારો સીલીકોસીસથી ગુજરી ગયા છે પણ એમને ખબર જ નથી કે આ સીલીકોસીસ એટલે શુ ? એટલે એવુ કહેવામા જરાય અતીશયોક્તી નથી કે અસંખ્ય કામદારો સીલીકોસીસના કારણે અવસાન પામ્યા હશે પરંતુ હજી સાચી માહીતી આપણા સુધી પહોંચતી નથી તેના ઘણા કારણો છે.

હાલ સીલીકોસીસ વિશે લોકોને ખબર નથી કે એના લક્ષણો શુ ?  અને હુ ખુબ ધુળ ઉડતી હોય તેવા સીરામીકના કારખાનામાં કામ કરુ છુ તો મને પણ સીલીકોસીસ નહિ હોય ?  મારે સમયસર નીદાન કરવા કે પોતાનો જીવ સીલીકોસીસથી સમય રહેતા બચાવવા શુ કરવુ પડશે. ?

સીલીકોસીસ એક અતી ગંભીર બીમારી છે જે એક વાર થઈ ગયા પછી વ્યક્તીને તે બીમારીથી બચાવી શકાય નહી. પણ લગભગ સીરામીક કામદારોને ખબર જ નથી કે તે પણ આ બીમારીના ઝપેટમા વહેલા મોડા આવી શકે છે ત્યારે સીલીકોસીસ પીડીતો માટે કાર્યરત “ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ” ( PTRC )   સંસ્થા છેલ્લા ૩ દાયકાથી વ્યવસાયીક આરોગ્ય અને સલામતી બાબતે કામ કરી રહી છે. ૨૦૧૯માં પીટીઆરસી એ “ રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ (NHRC) ” ને મોરબીમાં સીલીકોસીસ પીડીતોને લઈને ફરીયાદ કરી હતી તેનો કેસ નં. ૧૨૭૮/૦૬/૦/૨૦૧૯ છે. ત્યાથી જવાબ આવ્યો હતો કે યોગ્ય એક્શન લેશુ બાદ કરીને કેસ બંધ કરી દેવામા આવ્યો હતો પરંતુ સમય જતા પણ એક્શન ન લેવામા આવતા, પીટીઆરસી ( PTRC ) દ્વારા ફરી તે કેસ બાબતે ફરીયાદ કરવામાં આવી તેથી કરીને ૨૩/૦૨/૨૦૨૪ના રોજ ફરી એક્શન લેવામાં આવી તેમા મોરબી કલેક્ટર અને લેબર કમીશનરને આ ફરીયાદ બાબતે ૪ અઠવાડીયામાં એક્શન રીપોર્ટ રજુ કરવાનો રાષ્ટ્રીય માનવ અધીકાર પંચે એ આદેશ આપ્યો,  તથા જો સમયસર એક્શન રીપોર્ટ રજુ કરવામાં નિષ્ફળ જશે તો રુબરુ કમીશન સમક્ષ હાજર થવુ પણ જાણાવ્યુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!