GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સર્કીટ હાઉસ ખાતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી.

તા.23/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જળ સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સર્કિટ હાઉસ સુરેન્દ્રનગર ખાતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના મંજૂર થયેલા કામો ખૂબ જ ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું જિલ્લાના ધોળીધજા ડેમથી ચોટીલા તાલુકાના મોરસલ ડેમ સુધી સૌની યોજના લિંક-૪ B પેકેજ-૭ અંતર્ગત ફિડર પાઈપ લાઈનની કામગરી, સૌની યોજના લિંક ૩ અને ૪ પાઈપલાઈનથી ૩ કિ.મીની ત્રિજ્યામાં આવતા તળાવ અને ચેકડેમને સાંકળવાની કામગીરી વિશેની માહિતી મેળવી હતી વધુમાં તેમણે જિલ્લાના તમામ લોકોને સરકારના નિયમોનુસાર ૧૦૦ એલ.પી.સી.ડી. પાણી પૂરવઠો પૂરો પાડવા માટે અલગ અલગ યોજનાકીય કામોનું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું આ બેઠકમાં સૌની યોજના ડેપ્યુટી ઇજનેર જી.ડી.પંચાલ, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર એમ.જી.ઠાકુર સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!