ARAVALLI

બાયડ નજીક કન્ટેનરના ડ્રાઇવરની હત્યા કરનાર આરોપીની બાયડ પોલીસે ધરપકડ કરી

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

બાયડ નજીક માધવ કંપા પાસે કન્ટેનરના ડ્રાઇવરની હત્યા કરનાર આરોપીને બાયડ પોલીસે દબોચી લીધો હતો
બાર વર્ષ અગાઉ બનેલ ઘટનામાં બાયડ પોલીસે બાલાસિનોર ના વતની ઉસ્માન ગની શેખ ની ગોધરાથી ધરપકડ કરી હતી
ઘટનાની વિગતો જોઈએ તો 12 વર્ષ અગાઉ એક કન્ટેનર ટ્રેક્ટર ભરીને જઈ રહ્યું હતું તેવામાં બાયડ તાલુકાના માધવ કંપા પાસે કન્ટેનર ને રોકીને ટ્રેક્ટર લૂંટવાના ઇરાદે ડ્રાઇવરની હત્યા કરીને ટ્રેક્ટરની લૂંટ કરવામાં આવી હતી કંટેનરમાં લગાવવામાં આવેલ આધુનિક જીપીએસ સિસ્ટમના કારણે ઘટના સમયે કન્ટેનર નું લોકેશન બાયડ નજીક માધવ કંપા પાસે હોવાનું જાણવા મળતા બાયડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ ફરિયાદના આધારે હત્યા નો ગુનો
નોધી પોલીસ તપાસ ચલાવી રહી હતી તે અનુસંધાને પોલીસને બાતમી મળતા આ ઘટનાના આરોપી ઉસ્માન ગની શેખ ની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા
બાયડ પોલીસની સતર્કતા ને લીધે ઉસ્માન ઘની શેખ ની ગોધરાથી ધરપકડ કરવામાં બાયડ પોલીસ સફળ રહી હતી બાયડ પોલીસે આરોપી ઉસ્માન ગની શેખને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!