JETPURRAJKOT

જેતપુરમાંથી એક્ટિવાની ચોરી કરનાર યુવાનને પોલીસે ઝડપી દીધો

તા.૮/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરના નવાગઢ રોડ ઉપર થી અજાણ્યો શખ્સો એક્ટિવા ચોરી કરી ગયા ની જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે મુજબ આરોપીને જેતપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી ચોરાઉ એકટીવા સાથે યુવાનની ધરપકડ કરી મુદામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રોહીતસિંહ ડોડીયા સાહેબે આરોપીને મુદામાલ સાથે પકડી પાડવા સુચના આપેલ હોય જે મુજબ જેતપુર સિટી પોલીસ નાં પી. આઈ એ.એમ.હેરમા ના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર પોલીસ પેટ્રોલિંગ હતી દરમિયાન સી.સી.ટીવી ફૂટેજમાં આધારે પો.કોન્સ મનદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાગઢની રાંગ પાસે રહેતા મુળ રબારીકા ગામના વિરપાલ ઉર્ફે વિરપ્પન વિરકુભાઈ કેરૈયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરાઉ એકટીવા નં, GJ 03 LN 2440 રૂ. 50.000 કબજે કર્યું હતું. પોલીસની પુછપરછમાં આરોપીએ એકટીવા જેતપુરમાંથી મોજશોખ ખાતર ઉઠાવી તેની નંબર પ્લેટ કાઢી નાખી હતી.

આ કામગીરી પીઆઈ એ.એમ.હેરમા, ચંદ્રસિંહ, હિતેષભાઈ, રાણાભાઈ, શક્તિસિંહ, મનદીપસિંહ સહિતના સ્ટાફે કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!