AHAVADANG

ડાંગ: જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત આહવા ખાતે એક દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
આહવા-ડાંગ ખાતે મહિલાને બાળ અધિકારીની કચેરી, ડાંગ દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય એક દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એ.ચૌધરી તેમજ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી આર.એન.ગામીતના માર્ગદર્શનથી ડાંગ જિલ્લાના ડો.આંબેડકર ભવન ખાતે “કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અધિનયમ ૨૦૧૩” અંતર્ગત કાયદાકીય શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.એડ્વોકેટ શ્રી રોશનભાઈ સરોલિયા દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણીના કાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી.

જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી આર.એન.ગામીત દ્વારા આંતરિક ફરિયાદ સમિતિની રચના કઈ રીતે કરવી, સમિતિ કઈ રીતે કાર્ય કરે છે, સ્થાનિક ફરિયાદ સમિતિ દ્વારા કરવામા આવતી કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી દેવરામભાઈ જાદવ દ્વારા સેમિનારને બિરદાવી અવાર નવાર આવા કાર્યક્રમો થકી મહિલાલક્ષી કાયદાનો વધુમા વધુ પ્રચાર પ્રસાર થાય અને મહિલાઓ અન્યાય ન સહન કરતા આગળ આવે અને ફરિયાદ કરે એમ જણાવવામા આવ્યુ હતુ.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના આંતરિક ફરિયાદ સમિતિના અધ્યાક્ષા શ્રીમતી પ્રિયંકાબેન દ્વારા આંતરિક ફરિયાદ સમિતિની કામગીરીની માહિતી આપી ઉપસ્થીત બહેનોને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

કાર્યક્રમમા સરકારી અને બિનસરકારી કચેરીની બહેનો આ કાયદા હેઠળ રચાયેલ જુદી જુદી કચેરીની આંતરિક સમિતિના અધ્યક્ષ અને સભ્યો, મહિલા અને બાળ અધિકારીની કચેરીના દેખરેખ હેઠળ ચાલતા વિવિધ માળખાઓના કર્મચારીઓ અને ડાંગ જીલ્લાના જુદા જુદા ગામડાની બહેનોએ હાજર રહ્યા હતા.

મહિલા બાળ વિકાસ વિભાગ ના અલગ અલગ માળખાઓ જેવા કે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (FBSE) અને 181 અભયમ મહિલા હેલપલાઇન, મહિલા વિવિધલક્ષી કેન્દ્ર નારી અદાલત સ્વધાર ગૃહ વિશે ની માહિતી જેતે માળખાઓના કર્મચારી દ્વારા આપવામા આવી હતી. જેન્ડર સ્પેશ્યાલીસ્ટ DHEW શ્રી પિયુષભાઈ કાર્યક્રમની પૂર્ણાહુતી કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!